Get The App

બિનવારસી મૃતકોની ઓળખ માટે તા.૧૩મીએ મૃતકોના ફોટા પ્રદર્શીત કરાશે

Updated: Jan 12th, 2024

GS TEAM


Google News
Google News
બિનવારસી મૃતકોની ઓળખ માટે તા.૧૩મીએ મૃતકોના ફોટા પ્રદર્શીત કરાશે 1 - image


- ઉધના-મગદલ્લા રોડ પર 800થી વધુ બિનવારસી મૃતકનો ફોટા પ્રદર્શીત કરાશે :  55 થી વધુ મૃતકોની ઓળખ થઇ

  સુરત,:

બિનવારસી મૃતક વ્યકિતની ઓળખ થાય અને તેમના પરિવારની આત્મને શાંતિ મળી તે માટે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના મગદલ્લો રોડ ખાતે આવતી કાલે શનિવારે ૮૦૦થી વધુ બિનવારસી મૃતકોના ફોટાનું પ્રદર્શન કરવામાં આવશે.

સુરત શહેરમાં વિવિધ અકસ્માત કે બિમારીમાં ધણા વ્યકિત મોતને ભેટતા હોય છે. જેમાં કેટલાક કમભાગી મૃતકોની ઓળખ થઇ શકતી નથી તેમને બિનવારસી તરીકે પોલીસ અગ્નિદાહ સેવા કેન્દ્ર સહિતની સંસ્થાઓને અંતિમક્રિયા માટે સોંપે છે. આવા મૃતકોની ઓળખ થાય તે માટે  અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા  ઉધના મગદલ્લો રોડ પર અંબાનગર પાછળ શનિદેવ મંદિર પાસે તા.૧૩ જાન્યુઆરીએ શનિવારે સવારે ૮.૩૦ થી રાત્રે ૮ વાગ્યા સુધી ૮૦૦ થી વધુ બિનવારસી મૃતકોના ફોટા પ્રદર્શીત કરાશે સબંધીત સ્વજન લોકોને આ ફોટા જોવા આવવા સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાળાએ અનુરોધ કર્યો છે.બિનવારસી મૃતકોના હિન્દુ વિધી મુજબ અગ્નિસંસ્કાર, ધાર્મિક વિધી, અસ્થી વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞા કરાય છે. ૨૪ વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો  પ્રદર્શનને કારણે ૫૫ થી વધુ મૃતકોની ઓળખ થઇ છે.

દરમિયાન મકરસંક્રાતિમાં અન્ન દાનનો મહિમા હોવાથી આ કાર્યક્રમ નિમિત્તે સવારે ૧૦.૩૦ વાગ્યે બાળકો અને ગરીબોને ફૂડપેકેટ તેમજ મિષ્ટાન અપાશે. જયારે મકરસંક્રાતિ નિમિત્તે ડાંગ જિલ્લામાં તા. ર૧-૧-૨૦૨૪ ને રવિવારે બપોરે ૧ કલાકે દરિદ્રનારાયણોને બ્રહ્મભોજન રાખવામાં આવ્યુ છે.

Tags :