યુવતી ઉપર દૂષ્કર્મ ગુજારી અંગત પળોના ફોટા-વીડિયો વાયરલ કર્યા
રાજકોટના લક્ષ્મીના ઢોળા પર રહેતા આરોપીનું કૃત્ય
નવી બનતી બિલ્ડીંગના છઠ્ઠા માળે પણ હવસનો શિકાર બનાવી હતી, આરોપીની ધરપકડ
ભોગ બનનાર યુવતીની એક વર્ષ પહેલા સગાઈ થઈ હતી. ચારેક માસ પહેલાં સંબંધીના ઘરે જયારે જતી ત્યારે રોજ રાત્રે કચરો નાખવા બહાર નીકળતી ત્યારે આરોપી ઈશારા કરતો હતો. એક દિવસ તેને મોબાઈલ ફોન આપ્યો હતો. જો મોબાઈલ ફોન ન લ્યે તો તેના સંબંધીને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર પછી તેની ઉપર વાતચીત કરતો હતો.
એક વખત ભોગ બનનાર યુવતી તેના સંબંધીના ઘરે એકલી હતી ત્યારે ત્યાં જઈ તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. બાદમાં બાથરૂમમાં લઈ જઈ બળજબરીથી ખરાબ ફોટા પાડી લીધા હતા. હવે પછી જો શરીર સંબંધ ન બાંધે તો તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. ભોગ બનનાર યુવતી એક વખત મજુરી કરવા ગઈ હતી ત્યારે બિલ્ડીંગના છઠ્ઠા માળે લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
ત્યાર પછી અવાર-નવાર તેના સગાના ઘરે, અવાવરૂ જગ્યાએ શરીર સંબંધ બાંધતો હતો. દર વખતે જો શરીર સંબંધ ન બાંધે તો ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ વાત તેણે સંબંધીને કરતાં તેને બીજા સ્થળે મુકી ગયા હતા. આ પછી આરોપીએ તેના સંબંધી પાસેથી રૂા.૧.ર૦ લાખની માગણી કરી અન્યથા તેને મારી નાખવાની ધમકી આપી હતી. આટલેથી નહીં અટકતા આરોપીએ તેના સગા-સંબંધીઓને વોટસએપ ઉપર તેના ફોટા અને વીડિયો મોકલી દીધા હતા. જેથી કંટાળીને ફરિયાદ નોંધાવી