Vadodara : વડોદરાના પાદરામાં મધર સ્કૂલ સામે શ્રી માતર સોસાયટીમાં રહેતેો સોહમ જયંતિ ભાવસાર ઉંમર વર્ષ 30 વિડીયો શુટીંગ અને ફોટોગ્રાફીનું કામ કરતો હતો તેમજ મધર સ્કૂલ સામે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં કેપ્ચર ડ્રીમ સ્ટુડિયો ચલાવતો હતો. તેણે વિવિધ બેંકો અને ક્રેડિટ કાર્ડ દ્વારા 40.24 લાખ રૂપિયાની અલગ અલગ કુલ લોન લીધી હતી. આ લોનના હપ્તા પેટે દર મહિને 1.30 લાખ ચૂકવતો હતો જેની સામે આવક ઓછી હોવાથી તેને લોનના હપ્તા ભરવામાં માનસિક ત્રાસ લાગતો હતો જેથી કંટાળી જઈને તારીખ 1 ના રોજ સવારે પોતાના સ્ટુડિયો પર જ મફલર, હાથ રૂમાલ અને ઓશિકાના કવરના ટુકડા ભેગા કરી દોરડા જેવું બનાવીને પંખા પર લટકી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાંજે સ્ટુડિયો પરથી તેની લટકતી લાશ મળી હતી આ અંગે પાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


