Get The App

હાઈવે ઊબડખાબડ હોવાથી બળદ ગાડીની ગતિએ ચાલી રહેલી ટ્રકો

ટોલ વસૂલવામાં સૂરી સરકારના હાઈવેની હાલત ભૂંડી: સૌથી વધુ ટ્રાફિકવાળા વડોદરા-મુબઈ હાઈવેની હાલત કંગાળ

ગુજરાત અને નેશનલ હાઈવેની ઊબડખાબડ સપાટીથી માલની ડિલીવરને લાગતો બમણો સમય, ખર્ચમાં વધારો

Updated: Jul 7th, 2025

GS TEAM

Google News
Google News
હાઈવે ઊબડખાબડ હોવાથી બળદ ગાડીની ગતિએ ચાલી રહેલી ટ્રકો 1 - image



(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,સોમવાર

ગુજરાતના સ્ટેટ હાઈ વે અને નેશનલ હાઈવેની સપાટી ઊબડખાબડ થઈ ગઈ હોવાથી મેન્યુફેક્ચરિંગ સ્ટેટ ગણાતા ગુજરાતમાં માલની હેરફેરના ખર્ચાઓ વધી રહ્યા છે. માલ લઈને ટ્રકને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં દોઢાથી બમણો સમય લાગી રહ્યો છે. પરિણોમે માલની હેરફેર કરવાની ઉદ્યોગોના ખર્ચાઓ વધી રહ્યા છે. તેની સીધી અસર ગુજરાતના ઉદ્યોગોને સ્પર્ધાત્મકતા પર પડી રહી છે. 

અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક પત્ર લખીને રસ્તાની હાલત સુધારવા માટે યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતની અંદ્ર જુદા ંજુદાં વિસ્તારોમાં નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ગુજરાત સરકાર હસ્તકના હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ પડેલા છે. રસ્તાાઓ પર પડેલા ખાડાઓ અને તૂટી ગયેલા રસ્તાઓ પર નવા પુલ અને એલિવેટેડ રોડ બની રહ્યા હોવાથી બાયપાસ આપવામાં આવ્યા હોવાતી તથા નેશલ હાઈ વ ૯ ઉપર ઘણાં પુલોના રિસરફેસિંગના  કામ માટે ખોદકામ કરવામાં આવ્યા હોવાથી રાજ્યમાંથી પસાર થતાં અને રાજ્યમાંથી પર રાજ્યમાં જતાં વાહનો માટે ગંભીર સમસ્યા નિર્માણ થઈ રહી છે. વડોદરા અને સુરત વચ્ચેના રોડ પર ચાર બ્રિજની સરફેસ ખોલી નાખી છે. 

કામરેજ પાસે બ્રિજનું કામ ચાલતું હોવાથી ત્રણ ડાયવર્ઝન આપેલા છે. કચ્છ જામનગર સુપર એક્સપ્રેસ વેની સપાટી કંગાળ હાલતમાં છે. તેમ જ મોરબી સમખિયાળી વચ્ચેના રસ્તા કંગાળ  હાલતમાં છે. વડોદરા-કરજણ-પોર વચ્ચેના માલની હાલત સાવ જ કફોડી છે. નબીપુર-અંકલેશ્વર વચ્ચેના રસ્તાઓ સાવ જ ખરાબ થઈ ગયેલા છે.  નારોલથી વડોદરા તરફ જતાં જૂના હાઈવે પર અસલાલી પાસે બ્રીજ બની રહ્યો છે. તેથી આખો ટ્રાફિક સર્વિસ રોડ પર ડાયવર્ટ કરી દીધો છે. પરંતુ સર્વિસ રોડની હાલત તદ્દન ખરાબ છે. હાઈવે પર બળદગાડાની ગતિએ આંચકા ખાતા ખાતા ટ્રકને આગળ વધારવી પડી રહી છે. અમદાવાદથી હિમ્મતનગર વચ્ચેનો રસ્તો છેલ્લા છ વર્ષષી રિપેર થયા જ કરે છે. તેના કામકાજ અટકતા જ નથી. તેથી ટ્રાફિકમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે, અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના કાર્યકારી પ્રમુખ મુકેશ દવેનું કહેવું છે. 

ગુજરાતના સ્ટેટ અને નેશનલ હાઈવે ઊબડખાબડ હોવાથી માલ સમયસર ન પહોંચતો હોવાથી ગુજારતના ટ્રેડ અને કોમર્સને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદથી મુંબઈ જવાના સૌથી વધુ ટ્રાફિકવાળા અને સૌથી વધુ અવરજવરવાળા રસ્તાની હાલત બદતર છે. ભરૃચ-નસવાડી-અંકલેશ્વર-રાજપીપળાનો હાઈવે બદતર હાલતમાં છે. કચ્છ તરફ જવાના અને કચ્છની પરિસરના રસ્તાઓની હાલત પમ બિસ્માર છે.  આ રસ્તામાં મોટા મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનની ગતિ મર્યાદિત થઈ જાય છે. તેથી ગંતવ્યસ્થાને પહોંચવાનો સમય બમણો લાગે છે. ઘણાં રસ્તાઓ ખરાબ થઈ ગયા હોાથી અમુક વિસ્તારોમાં ટ્ક જઈ શકતી નથી. અમદાવાદથી સુરતના માર્ગની હાલત પણ બહુ જ ખરાબ છે. 

રસ્તાઓ ખરાબ હોવાથી જ ટ્રાફિક જામ થઈ રહ્યા છે. તેથી ગાડીઓને પહોંચવામાં બમણો સમય લાગી જાય છે. કલાકો સુધી હાઈવે પર રોકાઈને પડયા રહેવું પડતું હોવાથી ડ્રાઈવરોને શારીરિક અને માનસિક નુકસાન થઈરહ્યું છે.   


Tags :