Get The App

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી 1 - image

- 51 મણ ગુલાલની છોળો ઉડતા માર્ગો ભક્તિના રંગથી રંગાયા

- નિજમંદિરેથી ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા નીકળી, 2500 થી વધુ વૈષ્ણવભાઇ જોડાયા

બાલાસિનોર : બાલાસિનોરના દેશ-વિદેશમાં વસેલા લોકો છોટી ગોકુલ તરીકે ઓળખાતા બાલાસિનોરમાં બુધવારે ફાગણ સુદ નોમના દિવસે બાલાસિનોર, મુંબઈ અને અન્ય સ્થળોએ ધધાર્થે સ્થિત વૈષ્ણવો દ્વારા ફગવા ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાલાસિનોર દશાનિમા વણીક સમાજને પોતાના માદરે વતનમાં ભકિતમાં ઘોડાપુરમાં ડુબકી મારવા આતુરતા પૂર્વક રાહ જોવાતો મહોત્સવ એટલે ફાગણ સુદની નોમનો ફગવો ફગવા મહોત્સવ એટલે ઠાકોરજી નિજ મંદિરથી બાલાસિનોરમાં પોતાના ભક્તજનો સાથે હોળી ખેલવાનો ઉત્સવ.

બાલાસિનોર નગર પુષ્ટીમાર્ગીય દશાનિમા વૈષ્ણવ વણિક જેઓ વેપાર ધંધાર્થે મુંબઈ તેમજ વિદેશ અને અન્ય સ્થળે સ્થાયી થવા છતાં માદરે વતન પ્રત્યે અપાર સ્નેહ અને ગોકુલેશ ચરણ-શરણ આશક્ત પ્રિય વૈષ્ણવોથી ભકિતભાવ પૂર્વકની ગોકુલેશ પ્રભુ પ્રત્યેની ધર્મ ભાવનાથી છોટી ગોકુલ તરીકે ઓળખતા બાલાસિનોર નગરમાં છેલ્લા ૧૩૭ વર્ષોથી આ ફાગણ સુદ નોમના ફગવા મહોત્સવનું આયોજન થાય છે. આ ઉત્સવ જુદા જુદા વર્ષે અંદાજીત જુદા-જુદા દશ મનોરથી દ્વારા ઉજવાય છે. આ વર્ષે ફગવાના મનોરથી સ્વ.ચીમનલાલ મગનલાલ પરીખ (બખલી) પરિવાર દ્વારા ફગવા મહોત્સવ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ઠાકોરજી પોતાના નિજ મંદિર એટલે કે, ગોકુલનાથજી મંદિરેથી પાલખીમાં સવાર થઈ પોતાના વૈષ્ણવ ભક્તો સાથે અને બેન્ડવાજા અને વૈષ્ણવ ભક્તોે દ્વારા જૈ જૈ શ્રી ગોકુલેશના નાદ સાથે બગીચામાં હોળી રમવા માટે સવારના ૧૦ઃ૩૦ કલાકે પ્રારંભ કર્યો હતો. બપોરના અંદાજીત ૩થી ૪ હજાર વૈષ્ણવોએ પ્રસાદ ગ્રહણ કર્યોે હતો. આખો દિવસ શ્રી ઠાકોરજી બગીચામાં હોળી ઉત્સવનો અનેરો આનંદ લીધા બાદ સાંજે પાંચ વાગ્યાના સુમારે શ્રી ઠાકોરજી બગીચાથી વૈષ્ણવો દ્વારા અબીલ ગુલાલની છોળો વચ્ચે નિજ મંદિર પરત ફરે છે, આ દિવસે બાલાસિનોર નગરના રસ્તાઓએ જાણે અબીલ ગુલાલની ચાદર ઓઢી લીધી હોય તેવું લાગી રહ્યું હતું. 

ફગવા મહોત્સવની આસ્થા અને વિશેષતા

શ્રી ઠાકોરજી નિજ મંદિરેથી જે પાલખીમાં બિરાજે છે તે પાલખી બગીચા તરફ જતા અપ્રરસ ગ્રહણ કરેલા વૈષ્ણવો દ્વારા પ્રણય કરતા જાણે ઠાકોરજી સાક્ષાત બિરાજતા હોય તેવો ભાવ આવે છે. પરંતુ બગીચાથી નિજ મંદિર પરત ફરતા આ પાલખીનું વજન એટલુ વધી જાય છે. જેને ઉચકવા આશરે ર૦થી રપ વૈષ્ણવો પણ થાકી જાય છે. આમ શ્રી ઠાકોરજી વર્ષમાં એક દિવસ બગીચે રમવા જાય જેમને પરત ફરવું ગમતું નથી આવી આસ્થાનો આ વૈષ્ણવોના નિજ અનુભવથી જાણવા મળે છે.

બાલાસિનોરમાં અંદાજીત 137 વર્ષથી ઉજવતો ફગવા ઉત્સવ  

૧૩૭ ફગવાના મનોરથી સ્વ.ચીમનલાલ મગનલાલ પરીખ (બખલી)ના પરિવારના સદસ્યોએ જણાવ્યું હતું કે, દસ દિવસ અગાઉ ભગવાનની સેવા અર્થે સમય કાઢીને મુંબઈ, કલકતા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, સિંકદરાબાદ, હૈદારાબાદથી બાલાસિનોર આવીએ છીએ અને બાલાસિનોરમાં રહેતા દરેક વૈષ્ણવ સમાજના પરિવારના દરેક વ્યકિતઓ હર્ષોેલ્લાસથી ભગવાની સેવામાં લાગી જાય છે. ત્યારે માતા-પિતાના આશીર્વાદરૂપે આ ફગવાનો લાહવો અમને મળવાથી અમે ધન્યબન્યા છીએ.