Gujarat

યુનિ. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની પીજી લેબોરેટરીનું રિનોવેશન કરાશે

By GS TEAM
8 Sep 20251 min read
યુનિ. કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની પીજી લેબોરેટરીનું રિનોવેશન કરાશે

વડોદરા,એમ.એસ.યુનિ.ની ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફેકલ્ટીના એપ્લાઈડ કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટની પીજી લેબોરેટરીના રિનોવેશન માટે એક કંપનીએ સીઆરએસ હેઠળ ૪૦ લાખનું અનુદાન આપ્યું છે.

 એમ.એસ.સી. (એપ્લાઈડ કેમેસ્ટ્રી) ની લેબોરેટરીનું હવે આ અનુદાનથી રિનોવેશન કામ શરૃ કરાશે. પીજીના વિદ્યાર્થીઓને લેબોરેટરી ટ્રેનિંગ અને એકેડેમિક સ્કીલના વિકાસ માટે લેબોરેટરીમાં જરૃરી સુવિધા ઊભી કરવામાં આવશે. એમ.એસ.યુનિ.ના વીસી પ્રો.બી.એમ.ભાનગેએ કહ્યું હતું કે આ રીતે અનુદાન મળવાથી ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થા વચ્ચેનો સેતુ વધુ મજબૂત બનશે. લેબોરેટરી અપગ્રેડ થવાથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને શિક્ષણના જોડાણના માહોલના લીધે વધુ શીખવાનું મળે તે આજની તાતી જરૃરિયાત છે.

 અગાઉ આ ડિપાર્ટમેન્ટને આ જ કંપની દ્વારા ૧૦ લાખના સીઆરએસ હેઠળ ૧૦૦ બેન્ચ, ૩૫ ડેસ્ક ટોપ કોમ્પ્યુટર્સ અને ૮૦ સેમિનાર ચેર પ્રાપ્ત થયા હતા. આ અનુદાન મળતા અત્યાધુનિક સુવિધા સાથે વિદ્યાર્થીઓને લેબોરેટરીનો અભ્યાસ માટે લાભ મળશે.