લાલપુરના નવાગામમાં આવેલી જમીન અંગે મનાઈ હુકમની માંગણી કરતી અરજી અદાલતમાં ના મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Court : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવાગામમાં આવેલી જમીન અંગે મનાઈ હુકમની માંગણી કરતી અરજી અદાલતે ના મંજૂર કરી છે.
જામનગરના જેઠાભાઈ મેરામણભાઈ મોઢવાડિયાએ આ કામના પ્રતિવાદી દેવશીભાઈ વેજાભાઈ મોઢવાડિયાની સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટાની ખેતીની જમીનો આવેલ છે, તે જમીન ખરીદ કરવા માટે જુદા-જુદા કરાર કરી અને એક વિદ્યાનો ભાવ રૂપીયા 6,25,000 લેખે નવાગામમાં આવેલ જમીન વેચાણ લેવા કુલ રૂપીયા 2,26,00,000માં સોદો કરેલ હતો.
જે વેંચાણ કરારમાં દર્શાવેલ અર્વેજની તમામ રકમ વાદીએ પ્રતિવાદીને ચુકવી આપેલ છે અને વધુમાં પ્રતિવાદી જણાવે છે કે કરારમાં જે પહોંચો બતાવેલ છે તે રકમ પણ પ્રતિવાદીને મળી ગયેલ છે. આમ છતાં પ્રતિવાદી દસ્તાવેજ કરવામાં અને જમીનનો કબજો સુપ્રત કરવામાં આનાકાની કરતા હોય જેથી જામનગર જીલ્લાનાં લાલપુર તાલુકાનાં મોજે નવાગામવાળી જમીન તથા રેવન્યુ સર્વે નંબર 185 વાળી બંને જમીનો વાદીની કાયદા મુજબ માલિકી ગણાય તેથી આ જમીન બંને સર્વે નંબર વાળી જગ્યામાં આ કામના પ્રતિવાદી કેશ ચાલતા સુધી ખેડે નઈ કે વાવેતર કરે નઈ કે તેના મુલી કે મજુરો કે એજન્ટો મારફતે આ વાદગ્રસ્ત જમીનમાં કેસ ચાલતા સુધી પ્રવેશે નહીં કે એજન્ટો કે અન્ય કોઈપણ રીતે જમીનમાં પેશકદમી કરે નઈ કે કરાવે નઈ તેવો કેસ ચાલતા સુધી વચગાળાનો કાયમી મનાઈ હુકમ મળવા અંગેની અરજી લાલપુરની અદાલતમાં દાખલ કરેલ હતી, જે અરજી લાલપુરના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ જજની કોર્ટમાં ચાલી જતા પ્રતિવાદીના વકિલ નીતલ એમ.ધ્રુવની તમામ દલીલો ગ્રાહ્ય રાખી તેમજ અલગ-અલગ હાઈકોર્ટના ચુકાદાઓ તથા રજુઆતો ધ્યાને લઈ વાદીની વચગાળાના મનાઈ હુકમની અરજી ના મંજુર કરેલ છે.
આ કેસમાં પ્રતિવાદી દેવશીભાઈ વેજાભાઈ મોઢવાડિયા તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ.ધ્રુવ, અશોકભાઈ બી.કાંબરીયા, ડેનીશા એન.ધ્રુવ, પુજા એમ.ધ્રુવ, આશિષ પી.ફટાણીયા, ધ્વનિશ એમ.જોશી, અલ્ફાઝ એ.મુંન્દ્રા, અશ્વિન એ.સોનગરા અને પ્રિતેશ કે.ભટ્ટ રોકાયેલ હતા.









