Gujarat

અમદાવાદમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત, માલિક સામે ગુનો નોંધાયો

By GS TEAM
6 Nov 20251 min read
TukuTouch Logo
અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી શરણમ એલિગન્સ નામની રહેણાંક સોસાયટીમાં બુધવારે એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં પાલતુ શ્વાને બાળક પર હુમલો કરતાં ઇજાગ્રસ્ત, માલિક સામે ગુનો નોંધાયો

Pet dog mauls child in New Maninagar: અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં આવેલી શરણમ એલિગન્સ નામની રહેણાંક સોસાયટીમાં બુધવારે એક પાલતું કૂતરાએ બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે બાળક બિલ્ડિંગની નજીક રમી રહ્યું હતું. તે સમયે શ્વાનનો માલિક તેને સોસાયટીમાં ફેરવી રહ્યો હતો. અચાનક જ શ્વાને બાળક પર હુમલો કર્યો અને તેને બચકું ભરી લેતાં બાળક ઈજાગ્રસ્ત થયું હતું. 


આ ઘટના બાદ બાળકના પરિવારે તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને શ્વાનના માલિક વિરુદ્ધ બેદરકારી બદલ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસના ભાગરૂપે સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે.


રામોલ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાલતું પ્રાણી પર યોગ્ય નિયંત્રણ ન રાખવા અને સુરક્ષામાં બેદરકારી દાખવવા બદલ શ્વાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મેડિકલ રિપોર્ટ અને સીસીટીવી પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.'


ઈજાગ્રસ્ત બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, આ ઘટનાને પગલે રહેણાંક સોસાયટીઓમાં પાલતું પ્રાણીઓની સુરક્ષા અને માલિકોની જવાબદારી અંગે રહેવાસીઓમાં ચિંતાનો માહોલ છે.