Get The App

અમરેલીના ખીજડિયામાં ખેતરના રસ્તા બાબતે વિવાદ થતાં ખેડૂતની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા

Updated: Apr 19th, 2025

GS TEAM

Google News
Google News
અમરેલીના ખીજડિયામાં ખેતરના રસ્તા બાબતે વિવાદ થતાં ખેડૂતની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા 1 - image

Amreli News: અમરેલીના બગસરાના તાલુકાના ખીજડિયા ગામે ખેતરના રસ્તા બાબતે થયેલા વિવાદમાં એક વ્યક્તિની હત્યા થઈ છે. ખેતરના રસ્તાને લઈને જયરાજ વાળાએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા 50 વર્ષીય કાળુ વાળાનું મોત થયું હતું. જ્યારે રાજદીપ વાળા ઈજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથી ધરી છે.

અમરેલીના ખીજડિયામાં ખેતરના રસ્તા બાબતે વિવાદ થતાં ખેડૂતની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા 2 - image