Gujarat
વડોદરાના ખોડિયાર નગર ડી-માર્ટ પાસેના એપાર્ટમેન્ટમાં પાર્ક કારમાંથી 64 હજારના દારૂ સહિત એક પકડાયો
By GS TEAM
1 Jun 20261 min read
કારની ડીકીમાંથી જુદી જુદી બ્રાન્ડના દેશી બનાવટની વિદેશી દારૂની રૂપિયા 13,800 ની નાની મોટી 33 બોટલો મળી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info
કારની ડીકીમાંથી જુદી જુદી બ્રાન્ડના દેશી બનાવટની વિદેશી દારૂની રૂપિયા 13,800 ની નાની મોટી 33 બોટલો મળી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Liquor Raid : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખોડીયાર ડી-માર્ટની બાજુમાં, ઓમકાર નગર પ્લેનેટ એપાર્ટમેન્ટમાં પાર્ક ડસ્ટન કારમાંથી બાપોદ પોલીસે બાતમી આધારે તપાસ આદરી હતી. કારની ડીકીમાંથી જુદી જુદી બ્રાન્ડના દેશી બનાવટની વિદેશી દારૂની રૂપિયા 13,800 ની નાની મોટી 33 બોટલો મળી હતી.
આ અંગે બાતમી વાળા મકાનમાં તપાસ કરતા મળેલા રાજેશ રૂચી રામ આસવાણીની ધરપકડ કરી હતી. પોલીસે દેશી બનાવટના વિદેશી દારૂની 33 બોટલો સહિત રૂપિયા 50 હજારની કાર અને રૂપિયા 10 હજારનો મોબાઇલ મળીને 73,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની ધરપકડ કરીને બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.