Gujarat
ભરૂચના હાંસોટ ખાતે અજાણ્યો શખ્સ ઘર નજીક બાંધેલ બે પશુઓની ચોરી કરી ફરાર
By GS TEAM
31 Jul 20251 min read
રૂ.70 હજારની કિંમતના બે પશુ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો
Summarized by AI; it may make mistakes. Check important info
રૂ.70 હજારની કિંમતના બે પશુ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો
Summarized by AI; it may make mistakes. Check important info

image : Social media
Bharuch News : ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના કુવાદ ફળિયા ખાતે રહેતા કૌશલ દિનેશભાઈ પટેલ ખેતી તથા પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ છે. આ ઉપરાંત તેઓ ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેઓએ ગઈ તા.24 જુલાઈના રોજ અણીયાદરા ગામ તરફ જતા આરસીસી માર્ગની બંને બાજુ 6 પશુઓ બાંધ્યા હતા. બીજા દિવસે સવારે તે પૈકી રૂ.70 હજારની કિંમતના બે પશુ અજાણ્યો શખ્સ ચોરી કરી લઈ ગયો હોવાની જાણ થઈ હતી. ઉપરોક્ત ફરિયાદના આધારે હાંસોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









