શિનોર તાલુકામાં ઘરમાં જ ગાંજાનું વાવેતર કરી નશાનો કારોબાર કરતા શખ્સની ધરપકડ, 2.61 લાખના મુદ્દામાલ જપ્ત
Vadodara Ganja Crime : વડોદરાના શીનોર તાલુકામાં પોતાના ઘરમાં તેમજ વાડામાં નશાકારક ગાંજાનું વાવેતર કરી તેનું વેચાણ કરતા શખ્સની જિલ્લા એસઓજીએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રમણભાઇ મોતીભાઇ પાટણવાડીયા, (રહે.મીંઢોળ ગામ, પાટણવાડીયા ફળીયુ, ટેકરા ઉપર તા.શિનોર) પોતાની માલિકીના વાડામાં તથા રહેણાંક મકાનમાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તપાસ કરતા રમણભાઈના ઘરના વાડામાં વાવેતર કરેલ ગાંજાના કુલ-12 લીલા છોડ મળ્યા હતા તથા તેના રહેણાંક મકાનમાંથી વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના સુકાયેલા પાનનો ભુકો તથા બીજ મળ્યા હતા.
આ અંગે પોલીસે કુલ 2.61 લાખ કિંમતનો 26 કિલો 145 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કરી રમણ પાવાની ધરપકડ કરી હતી.