Get The App

સુરેન્દ્રનગરમાં કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્ન્ટ બનતા બસોને અવરજવર માટે મંજૂરી મંગાઇ

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં કોલેજથી બસ સ્ટેન્ડ સુધીના રિવરફ્ન્ટ બનતા બસોને અવરજવર માટે મંજૂરી મંગાઇ 1 - image

મનપાએ એસટી ડેપોને પત્ર લખીને જાણ કરી 

આગામી દિવસોમાં રિવરફ્ન્ટને લંબાવવાની કામગીરી શરૃ થશે, વર્કઓડર પણ આપી દેવાતા બાંધકામનો પ્રારંભ થશે  

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર શહેરના એમપી શાહ સાયન્સ કોલેજથી બસ સ્ટેન્ડ સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે. હાલના તબક્કે કામગીરી પૂર્ણ થઇ છે. આગામી સમયમાં એસટી બસને રિવરફ્રન્ટ પર કનેક્વિટી આપવામાં આવશે. બાદમાં બીજા તબક્કામાં રિવરફ્ન્ટની કામગીરી કરવામાં આવશે અને બાદમાં લોકોને અવરજવર માટે પણ મંજૂરી આપવામાં આવ શકે છે. 

સુરેન્દ્રનગર શહેરની રિવરફ્રન્ટ એ મહાનગરપાલિકા નો ડ્રીમ પ્રોજેક્ટ ગણવામાં આવે છે પરંતુ આ ડ્રીમ પ્રોજેક્ટમાં જ છબરડાઓ સામે આવતા મહાનગરપાલિકાના વિકાસના કામો સામે ફરી એક વખત સવાલ ઊભા થયા છે. હવે આ રિવરફ્રન્ટ ઉપાસના સર્કલ સુધી લંબાવવામાં આવે તો જ મુખ્ય માર્ગને આ રિવરફ્રન્ટ જોઈન્ટ થઇ શકે તેવી પરિસ્થિતિ છે ત્યારે હાલના તબક્કામાં બસ સ્ટેન્ડ સુધી રિવરફ્રન્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે પરંતુ હાલ લોકાર્પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું નથી . 

જોકે મહાનગરપાલિકાના અધિકારીએ જણાવ્યુ કે, એસટી બસોને રિવરફ્રન્ટથી અવરજવર કરવા માટે પત્ર લખ્યો છે અને આગામી દિવસોમાં એસટીની મંજૂરી બાદ રિવરફ્રન્ટ પર બસોની અવરજવર શરૃ કરાશે. જયારે રિવરફ્ન્ટ લંબાવવા માટે વર્કઓડર આપી દેવાયો છે અને ૩૦૦થી ૪૦૦ મીટરના કામગીરી પૂર્ણ કરાયા બાદ આગળના રસ્તા સાથે રિવરફ્ન્ટને જોડાશે અને લોકોને વધુ એક સુવિધા મળી શકે છે.