સુરતના પુણા વિસ્તારમાં બિલ્ડરને ફાયદો કરાવવા માટે જંપ કરાવેલા પ્લોટમાં વિકાસ પરવાનગી માટે પુર્વ પદાધિકારીનો ખેલ ખુલ્લો પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં પાલિકાની 50 બેડની જગ્યા માત્ર 500 મીટર દૂર બદલાતા સ્થાનિક સંગઠન વિરોધ કરવા માટે પાલિકામાં પહોંચી ગયું હતું. જોકે, આ વિરોધ કરી શાસકો અને મ્યુનિ. કમિશનર સામે દબાણ લાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પાલિકાના એક પુર્વ પદાધિકારની ભુમિકા શંકાસ્પદ બની રહી છે. બિલ્ડરને ફાયદો કરાવવા માટે જંપ કરાવેલા પ્લોટમાં વિકાસ પરવાનગી માટે પુર્વ પદાધિકારી અને હાલના કોર્પોરેટરે કરેલા ઉધામાના કારણે સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. લોકો એવી પણ ચર્ચા કરી રહ્યાં છે કે, બિલ્ડર પાસેથી મોટું કમિટમેન્ટ લઈ લેવાયું લીધું હોવાથી હોદ્દેદારો મારફતે દબાણ કરવામાં આવી રહ્યું છે.
સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં વોર્ડ નંબર 17 માં ટીપી સ્કીમ નંબર 60 અને ફાઈનલ પ્લોટ નંબર 45માં 50 બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું હતું. પંરતુ પાલિકાએ ટીએસસીમાં આ પ્લોટની જગ્યા બદલવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે પાલિકાના પુર્વ પદાધિકારી અને હાલના કોર્પોરેટર રઘવાયા બન્યા હતા. તેઓએ વોર્ડ નંબર 17ના હોદ્દેદારોને મેયર, સ્થાયી અધ્યક્ષ અને મ્યુનિ. કમિશ્નરને જગ્યા ન બદલવા માટે લેખિતમાં માંગણી કરવા મોકલ્યા હતા અને પ્રેશર લાવ્યા હતા. જોકે, મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટ કહી દીધું હતું કે, વિવાદી પ્લોટ સિવાય બીજી કોઈ પણ જગ્યા લાવો તે જગ્યાએ હોસ્પિટલ બનાવવામાં આવશે પરંતુ વિવાદી પ્લોટમાં હોસ્પિટલ નહી બને.,
જોકે, આ સમગ્ર પ્રકરણમાં ભાજપના એક કોર્પોરેટરે બિલ્ડરની બ્રિફ લીધી હતી અને વોર્ડના હોદ્દેદારોનો ઉપયોગ પ્રેશર ઉભો કરવા હોસ્પિટલની જગ્યા ન બદલવા માટે રજૂઆત કરી હતી. જોકે, આ પહેલા ભાજપના એક કોર્પોરેટર અને પુર્વ પદાધિકારીએ બિલ્ડરની બ્રિફ પકડીને વિકાસ પરવાનગીની ફાઈલ મંજૂર કરાવવા ભારે ધમપછાડા કર્યા હતા જેના કારણે મ્યુનિ. કમિશ્નરને શંકા જતા તપાસ કરાવી હતી. આ તપાસ દરમિયાન સરકારના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું હતું. બિલ્ડરના પ્લોટ પર હોસ્પિટલ બને અને બિલ્ડરને મોકાનો પ્લોટ મળે તે માટે આ ધમપછાડા હતા. અને જંપ કરાવેલ ફાઇનલ પ્લોટની જગ્યામાં પાલિકાને ફાળવેલ અનામત પ્લોટ પર 50 બેડની હોસ્પિટલનું આયોજન કરવા માટે પણ દબાણ કર્યું હતું અને ટીએસસીમાં ટેન્ડરને વહીવટી મંજૂરી પણ મળી ગઇ હતી. પરંતુ સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ થાય તે પહેલાં જ મ્યુનિ. કમિશનરે ભાજપના કોર્પોરેટરની ફાઈલ પર બ્રેક મારી દીધી હતી અને 50 બેડની હોસ્પિટલ બીઆરટીએસ નજીક મુખ્ય રોડ પર લઈ જવાનો નિર્ણય કર્યો હતો. તેની ગંઘ આવી જતા વોર્ડ નંબર 17 ના સંગઠનના હોદ્દેદારો પાસે હોસ્પિટલની જગ્યા ન બદલવા માટે માંગણી કરવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટરે બિલ્ડરની બ્રિફ પકડી હોય અને મોટું કમિટમેન્ટ લીધું હોવાથી હોસ્પિટલનું સ્થળ ન બદલવા માટે ભારે ધમપછાડા કરવામા આવ્યા છે પરંતુ તેમનો દાવ ઊંધો પડ્યો છે.









