વડોદરાના ભૂતડી ઝાંપા-કાસમ આલા વિસ્તારના રહીશો પાણીથી વંચિત : લોકોનો હોબાળો
Vadodara Water Shortage : વડોદરા શહેરની મધ્યમાં કારેલીબાગ વિસ્તારના કાસમઆલા કબ્રસ્તાનમાં આવેલા મનસુરી કબ્રસ્તાનના 1000 જેટલા સ્થાનિક રહીશોમાં છેલ્લા દોઢ મહિનાથી પાણીનો કકળાટ સર્જાયો છે. અંદાજિત 2000 જેટલી વસ્તી છે. આ વિસ્તારમાં પાણીની બે લાઈન ડાયવર્ટ કરવામાં આવી હોવાનું કહેવાય છે. પરિણામે 1000 જેટલા સ્થાનિક રહીશોને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. આ અંગે પાલિકા વોર્ડ નં.7ની કચેરીએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ સાનુકૂળ પ્રતિભાવ મળ્યો નથી. પરિણામે રાવપુરા વિધાનસભા વિસ્તારના કોંગ્રેસ પક્ષના પ્રમુખ યશ રાજપુત સાથે સ્થાનિક અગ્રણી રહીશો વોર્ડ કચેરીએ જઈને રજૂઆત સહિત પાણી મુદ્દે વિરોધી નારા લગાવ્યા હતા.