Get The App

રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી

Updated: Nov 27th, 2025

GS TEAM

Google News
Google News
રસ્તો ખોદ્યા બાદ સમારકામ નહીં કરતા લોકોને હાલાકી 1 - image

વઢવાણમાં મસ્જિદ ચોકથી ધોળીપોળ રોડ પર

રોડ પર વારંવાર કપચી નાખતા ઉડતી ધૂળને કારણે શ્વાસના રોગની દહેશતઃ મનપા સામે રોષ

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રસ્તાઓના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે, પરંતુ વઢવાણ વિસ્તારમાં મનપાની બેદરકારી સામે આવી છે.

વઢવાણના મસ્જિદ ચોકથી ધોળીપોળ સુધીના માર્ગ પર તાજેતરમાં પાણીની પાઈપલાઈન નાખવા માટે રસ્તો ખોદી કાઢ્યો હતો. જોકે, કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા યોગ્ય રીતે રસ્તો બનાવવાને બદલે માત્ર કપચી નાખવામાં આવતા સ્થાનિકો મુશ્કેેલીમાં મુકાયા છે.

આ વિસ્તારમાં વારંવાર કપચી નાખવાના કારણે વાહનો પસાર થતા જ પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઉડે છે. જેના કારણે અહીંના દુકાનદારો, રહીશો અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. સતત ઉડતી ધૂળને કારણે નાગરિકોમાં શ્વાસને લગતી બીમારીઓ થવાની ભીતિ પણ સેવાઈ રહી છે. સ્થાનિકોએ મનપા તંત્ર પાસે તાત્કાલિક ધોરણે યોગ્ય મટીરીયલ સાથે રસ્તો રિપેર કરી કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે.