Get The App

મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
મુળીના વેલાળા (ધ્રા) ગામમાં લક્કી ડ્રોના નામે લોકો સાથે છેતરપિંડી 1 - image

- ડ્રો આયોજકોના મળતિયાઓને જ ઇનામ લાગતા રોષ

- ડ્રોના આયોજકો અને એજન્ટોએ ગ્રાહકોના ફોન રીસીવ નહીં કરી ભુગર્ભમાં ઉતરી ગયા

સુરેન્દ્રનગર : મુળી તાલુકાના વેલાળા (ધ્રા) ગામમાં ઈનામી ડ્રો અને મોંઘી વસ્તુઓની લાલચ આપી ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારો છેતરપિંડીનો ભોગ બન્યા છે. ડ્રો આયોજકોના મળતિયાઓને જ ઇનામ લાગતા રોષ જોવા મળ્ય હતો.

મુળી તાલુકાના વેલાળા (ધ્રા) ગામમાં આવેલ રામદેવપીર મંદિરના લાભાર્થે ટિકિટ બહાર પાડવામાં આવી હતી જેમાં લક્કી ડ્રો અને માસિક ડ્રો માં કાર, ટ્રેક્ટર, બાઈક, એ.સી., બુલેટ જેવા મોટા ઈનામો ઉપરાંત અનેક નાના ઈનામોની લાલચ આપી ટિકિટના સંચાલકો અને એજન્ટો દ્વારા સ્થાનિક ગ્રામજનો સહિત બહારના અનેક લોકોને ટિકિટનું વેચાણ કર્યુંં હતું. ગ્રામજનો અનુસાર ડ્રોના સંચાલકોએ રૂ.૪૦૦ના ભાવે અંદાજે ૮૦,૦૦૦થી વધુ ટીકીટનું વેચાણ કર્યું છે. ગત તા.૦૫ નવેમ્બરના રોજ ડ્રો કરવામાં આવતા ડ્રોના આયોજકોના લાગતા વળગતા લોકો તેમજ સંબંધીઓને જ મોંઘા ઈનામો લાગતા હોવાનું અને ત્રણથી ચાર ટિકિટોમાં એક સરખા નંબર હોવાનું સામે આવતા ટિકિટ ખરીદનાર લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને આયોજકો સામે રોષ દાખવી વિરોધ કર્યો હતો.

બીજી બાજુ ટિકિટના આયોજકો જયપાલ જી. મકવાણા, રવિ ચાવડા અને અન્ય ૧૦ જેટલા એજન્ટોએ ગ્રાહકોના ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા હતા. આથી અનેક લોકો સાથે ઈનામી ડ્રોની લાલચ આપી છેતરપિંડી થઈ હોવાનું બહાર આવતા આયોજકો દ્વારા લોકોએ આપેલ ટિકિટના રૂપિયા પરત આપવામાં આવે તેવી માંગ કરી હતી. જો કે આ મામલે ભોગ બનનાર ગ્રાહકો દ્વારા સોશિયલ મીડિયામાં ટિકિટના ફોટા અને મેસેજ વાયરલ કરી રોષ દાખવ્યો હતો પરંતુ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી.