Gujarat

વીજળીના ધાંધિયાથી પરેશાન લોકોએ સયાજી ટાઉનશિપ પાસે MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો

By GS TEAM
17 Nov 20251 min read
TukuTouch Logo
ત્રણ ચાર વ્યક્તિઓ ટુ-વ્હીલર લઈને આવી લાઈટ કેમ વારંવાર કાપી નાખો છો અને આટલો બધો સમય સુધી લાગતું રીપેરીંગ કેમ થયું નથી ? તેમ કહીને ઝઘડો કરી અને પથ્થરમારો કર્યો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વીજળીના ધાંધિયાથી પરેશાન લોકોએ સયાજી ટાઉનશિપ પાસે MGVCLના સ્ટાફ પર હુમલો કર્યો

Vadodara : વડોદરાના આજવા રોડ કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશિપમાં રહેતા મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકા એમજીવીસીએલના ખોડીયાર નગર ડિવિઝનમાં લાઈનમેન તરીકે નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમના પરિવાર નોંધાવી જણાવ્યું છે કે આજે ડેપ્યુટી એન્જિનિયર ચિરાગભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે શ્રીજી વીલા ફીડરની 11 કેવીની વીજ લાઈનના કેબલ વીએમસીની કામગીરી વખતે તૂટી ગયા હતા જેથી તે રીપેર કરવાના છે જેથી હું તથા અશ્વિનભાઈ તથા સ્ટાફ રીપેરીંગ કરવા ગયા હતા. અમે રીપેરીંગ કામ કરતા હતા તે સમયે ખોડીયારનગર સબ ડીવિઝન પર કમ્પ્લેન સેન્ટર પર ફોન ઓપરેટર તરીકે કામ કરતા હર્ષદભાઈએ માહિતી આપી હતી કે ઓફિસે ત્રણ ચાર વ્યક્તિઓ ટુ-વ્હીલર લઈને આવી લાઈટ કેમ વારંવાર કાપી નાખો છો અને આટલો બધો સમય સુધી લાગતું રીપેરીંગ કેમ થયું નથી ? તેમ કહીને ઝઘડો કરે છે અને પથ્થરમારો કર્યો છે. જેથી ઓફિસના બારીના કાચ તથા દરવાજો તૂટી ગયા છે ત્યારબાદ અમે જ્યાં રીપેરીંગ કરતા હતા તે સ્થળે દિપક રમણભાઈ રાણા, મહેન્દ્ર સિંહ પરમાર, રતનલાલ ખટીક, અને ચંદ્રકાંત પટેલ આવીને ગાળો બોલી સ્ટાફ સાથે ઝપાઝપી કરી હતી.