Gujarat

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ

By GS TEAM
28 May 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ગરમી અને ઉકળાટથી પરેશાન બન્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેર અને જિલ્લામાં ગરમી અને ઉકળાટનો ડબલ એટેક, લોકો ત્રાહિમામ

Jamnagar Summer : જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. આજે શહેરમાં મહત્તમ તાપમાન 37.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકો ગરમી અને ઉકળાટથી પરેશાન બન્યા છે.

વાતાવરણમાં આશરે 67 ટકા જેટલો ઊંચો ભેજ નોંધાતા બફારામાં વધારો થયો છે. ગરમી સાથે ભેજના કારણે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. આકરી ગરમી વચ્ચે કલાકના 17.4 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવા છતાં લોકોને ગરમીમાંથી ખાસ રાહત મળી રહી નથી.

ખાસ કરીને બપોરના સમયે શહેરના રસ્તાઓ પર લોકોની અવરજવર ઘટી ગઈ છે. ગરમી અને ઉકળાટથી બચવા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ઠંડા પીણાં, શેરડીના રસ અને આઈસ્ક્રીમની દુકાનો પર લોકોની ભીડ જોવા મળી રહી છે.

આરોગ્ય વિભાગ તેમજ હવામાન વિભાગ દ્વારા નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા, સીધા તડકામાં બહાર ન નીકળવા તેમજ ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.