પ્રાંચીના પીપળે ચૈત્રી અમાસ નિમિતે પાણી રેડવા લોકો ઉમટી પડયા
ચૈત્ર માસ દરમિયાન પિતૃ કાર્ય માટે અઢી લાખ લોકો આવી ચૂક્યા
પ્રાંચી પીપળા, : કહેવાય છે કે સો વાર કાશી એક વાર પ્રાચી..પિતૃમુકિત માટેના મોક્ષધામ સમા પ્રાંચીમાં ચૈત્ર માસ દરમિયાન દેશભરમાંથી અઢી લાખ લોકોએ આવીને શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરી હતી. પિતૃમાસ ગણાતા ે ચૈત્ર માસનો આજે છેલ્લો દિવસ હોવાથી અહીના પ્રખ્યાત મોક્ષ પીપળે પાણી રેડવા માટે મોટો સમુદાય એકત્ર થયો હતો. કેટલાય લોકોએ કોરોનાકાળમાં ગુમાવેલા સ્વજનોને યાદ કરીને એમના આત્માને શાંતિ મળે એવી અહી પ્રાર્થના કરી હતી. લોકોએ પોતાના સ્વજનો અને વડવાઓને યાદ કરીને તર્પણ કર્યું
આ સ્થળેે ભગવાન શ્રીકૃષ્ણે છપ્પનકોટિ યાદવોનો ઉદ્ધાર કર્યો હતો. તેમજ રાષ્ટ્રપિતા ગાંધીજી અને કસ્તુરબાએ પણ અહી દર્શનલાભ લીધો હતો.આ જગ્યાએ સરસ્વતિ નદીમાં બિરાજતા માધવરાયજી, રાણી રૂક્ષ્મણીજીનું પ્રાચીન મંદિર આવ્યું છે. અહી સરસ્વતી ઘાટ છે. અલગ અલગ છ શિવમંદિરો છે. જેવી રીતે ગયા મોક્ષ નગરી ગણાય છે એમ અહી પણ મોક્ષ નગરી હોવાનુ કહેવાય છે. પ્રાચીમાં વર્ષોથી પિતૃકાર્ય કરવામાં આવે છે. અહી પ્રેતબલી, નારાયણબલી, નાગ બલી , તીર્થ શ્રાદ્ધનો મોટો મહિમા છે. કારતક, ચૈત્ર, ભાદરવા અને શ્રાવણ માસમાં ભાવિકોની સતત ભીડ રહેે છે.
આજે ચૈત્રી અમાસ હોવાથી બહારગામથી અનેક લોકોએ પિતૃ તર્પણ કર્યુ હતુ.તેમજ પીપળે પાણી રેડીને ધન્યતા અનુભવી હતી.