ગરમી વધતા ઠંડક માટે લોકો લીંબુ શરબત, જ્યુસ સિવાય બિલાનું જ્યુસ પસંદ કરે છે
- ખાસ યુપી બિહાર અને રાજસ્થાનથી મંગાવવામાં આવે છે બિલા
પ્રતિનિધિ દ્વારા, તા. 24 એપ્રિલ
ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે.અને તેની સાથે ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે.વધતા તાપ અને ગરમી થી રક્ષણ મેળવવા લોકો ઠંડા પીણાં નો સહારો લેતા હોય છે.જેમાં લીંબુ સરબત,કોલ્ડડ્રિન્કસ,મોસંબી જ્યુસ, અને અન્ય જ્યુસ નો સમાવેશ થાય છે.જો કે આ બધા માં ગરમી માં ઠંડક માટે લોકો સૌથી વધુ બીલા નો શરબત પીવાનું પસંદ કરે છે.જે માટે બિહાર ,યુપી અને રાજસ્થાન થી ખાસ બીલા મંગાવવા માં આવે છે.
ભગવાન શિવ ને પ્રિય બીલીપત્ર ના ફળ બિલા ને લોકો ગરમી માં લેવાનું પસંદ કરે છે.જેમ જેમ ગરમી વધશે તેમ બિલા ના શરબત નું વેચાણ પણ વધે છે.ગુડુભાઈ જ્યુસવાળા એ કહ્યું કે ઉનાળાની સીઝન દરમિયાન લોકો ઠંડા પીણાં અને શરબત પીવાનું પસંદ કરે છે. પરંતુ મારે ત્યાં મોટા ભાગે લોકો બીલાનું શરબત પીવા આવે છે.. આ બીલા હું ખાસ યુપી ,રાજસ્થાન અને બિહારથી મંગાવું છું .સુરતમાં પણ બિલા મળે છે. પરંતુ તેની સાઈઝ ખૂબ જ નાની હોય છે. જ્યારે યુપી ,બિહાર થી આવતા બીલા ની સાઈઝ મોટી અને વજન બે થી ત્રણ કિલો હોય છે. અહીંના લોકલ માર્કેટમાં મળતા બીલા 30 થી 40 રૂપિયામાં મળી જાય છે. જ્યારે યુપી, બિહાર થી આવતા બિલામાં એક બિલા ની કિંમત 200 રૂપિયા માં જેટલી થાય છે. આ બિલા યુપીમાં 20 થી 50 રૂપિયે કિલો મળી જાય છે. પરંતુ સુરત આવતાં સુધીમાં ટ્રાન્સપોર્ટેશન ચાર્જ સાથે બિલા ની કિંમત 200 રૂપિયા સુધી થઈ જાય છે.મારે ત્યાં એક ગ્લાસ 25 થી 30 રૂપિયા માં વેચાય છે.પ્રતિદિન 70 જેટલા ગ્લાસ મારા બીલા ના શરબત ના વેચાય છે.જેમ જેમ ગરમી વધશે તેમ તેમ વધુ શરબત વેચાશે.માર્ચ થી જૂન સુધી જ બિલા આવે છે.
બીલાનું શરબત પીવાથી શરીરને બીટા કેરોટીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન સી, વિટામિન બી અને બી ટુ, થાયમિન, નિયાસિન, કેરોટિન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વ મળે છે. આ ઉપરાંત આ શરબત પીવાથી કબજિયાતથી રાહત મળે છે તથા ઝાડાને નિયંત્રિત કરે છે. શરીરમાં લોહીની વૃદ્ધિ કરે છે તથા પેટના દુખાવાથી આરામ આપે છે. આ શરબત પેટને ઠંડક પ્રદાન કરે છે, આ શરબત પીવાથી કબજીયાત અને ગેસની સમસ્યા દૂર થાય છે. તેમજ આ શરબત ભોજનનું પાચન કરવામાં સહાય કરે છે. ઉલ્લેખનીય છે કે તેનાથી કોઈ આડઅસર પણ નથી થતી.