ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગરમીનો પ્રકોપ તાપમાન ૪૨.૫ ડિગ્રીએ પહોંચતાં લોકો અકળાયા
૨૪ કલાકમાં લઘુતમ
તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો
પાટનગરમાં સિઝનની સૌથી વધુ પડેલી ગરમીથી જનજીવન ઉપર અસર વર્તાઈ પશુ-પક્ષીઓની કફોડી હાલત ઃ શહેરમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા
ગાંધીનગર : સમગ્ર રાજ્યમાં એપ્રિલ માસના પ્રારંભથી બદલાયેલા વાતાવરણથી ગરમીની મોસમ આક્રમક બની હોય તે પ્રકારે તાપમાનના પારામાં વધારો થઈ રહ્યો છે.થોડા દિવસ અગાઉ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આવી હતી.જેના પગલે તાપમાનનો પારો ગગડયો હતો.ત્યારબાદ અચાનક તાપમાનના પારામાં વધારો થવાથી તેજ બની રહેલી ગરમીમાં છેલ્લા બે-ત્રણ દિવસથી નગરજનો અકળાઈ ઉઠયા છે.ત્યારે રવિવારે ગરમી આક્રમક બનતા સમગ્ર દિવસ દરમિયાન નગરજનો અકળાયા હતા.મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી આવીને અટકી જતા સીઝનના સૌથી ગરમ દિવસનો અનુભવ નગરજનોને કરવો પડયો છે.
ગાંધીનગર શહેર
અને જિલ્લામાં બદલાયેલા હવામાનની અસર છેલ્લા બે-ત્રણ દિવસથી અનુભવવા મળી હોય તે પ્રકારે
અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં
થોડા દિવસ અગાઉ માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી. તેની અસર અનુભવવા મળી હતી અને
તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો હતો.બીજી તરફ તાપમાનના પારામાં વધારો થવાથી છેલ્લા
બે-ત્રણ દિવસથી નગરજનો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.તો બીજી તરફ રવિવારે ઉનાળાની
મોસમની ગરમી આક્રમક બની હોય એ પ્રકારે તાપમાનના પારામાં વધારો નોંધાયો હતો.સવારથી જ
તાપમાનના પારામાં વધારો થવાથી નગરજનો પણ ગરમીમાં અકળાઈ ગયા હતા. બીજી તરફ શહેર ઉપર પણ ગરમીની અસર વર્તાઈ હતી. શનિવારે
લઘુત્તમ તાપમાનનો પારો ૨૧.૬ ડિગ્રી આવીને અટક્યો હતો.તો મહત્તમ તાપમાન ૪૨ ડીગ્રીએ નોંધાયું
હતું.તો બીજી તરફ રવિવારે પાટનગરના આકાશમાંથી અગનવર્ષા વરસી હોય તે પ્રકારે તાપમાનમાં
વધારો થવાથી ગરમીનો પારો ૪૨.૫ ડિગ્રી આવીને અટક્યો છે.તેની અસર દિવસ દરમિયાન અનુભવવા
મળી છે.૨૪ કલાકમાં જ લઘુત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો છે. રવિવારે લઘુતમ
તાપમાનમા વધારો નોંધાતા ૨૪.૬ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૪૨.૫ ડિગ્રી આવીને અટક્યું
છે.જેના પગલે નગરજનોને સિઝનની સૌથી વધુ ગરમીનો અહેસાસ કરવો પડયો છે.આક્રમક ગરમીનો સામનો લોકોને કરવો પડશે તેવી આગાહી પણ સ્થાનિક હવામાન
વિભાગ દ્વારા કરવામાં આવી છે.ભેજના પ્રમાણમાં થઈ રહેલા ઘટાડાના પગલે ઉકળાટભર્યા વાતાવરણમાં
નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. તેમજ ખુલ્લામાં વસવાટ કરતા અને શ્રમકામ સાથે સંકળાયેલા
શ્રમજીવીઓની હાલત કફોડી જવા પામી છે.તો ખુલ્લામાં કામ કરતા મજૂરો પણ પરસેવે રેબજેબ
થઈ રહ્યા છે.
ગરમી અને લૂને
લઇ ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટે ગાઇડલાઇન જાહેર
ગાંધીનગર જિલ્લામાં
પણ અતિશય ગરમીની અસર વર્તાઈ રહી છે ત્યારે વધુ પડતી ગરમી અને લૂ મનુષ્યના આરોગ્યને
હાનિકારક સાબિત થઈ શકે છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લૂ લાગવા એટલે કે સન સ્ટ્રોકના
કેસો નોંધાતા હોય છે.એટલુ જ નહીં, આ લૂ જીવલેણ પણ બની શકે છે તેવી સ્થિતિમાં સાવચેત
રહેવા માટે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. હીટવેવની પરિસ્થિતિમાં લૂ થી બચવા જિલ્લા ઈમરજન્સી
રિસપોન્સ સેન્ટર, ગાંધીનગર દ્વારા આરોગ્ય સંભાળલક્ષી કેટલાક મહત્વના સૂચનો કરવામાં
આવ્યા છે. જે મુજબ ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું, ઉનાળાની તુ દરમિયાન
ખુલતા, સફેદ, સુતરાઉ કપડાં પહેરવા, નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ
તડકામાં ફરવું નહીં, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલમાં ડોક્ટરની સલાહ સારવાર
લેવા ડિઝાસ્ટર ડિપાર્મેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.