Gujarat

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કારની ચીમકી

By GS TEAM
3 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પાણી, રોડ રસ્તા અને ગટર સહિત કચરા ગાડી રોજિંદી નિયમિત રીતે નહીં આવતી હોવા અંગે સ્થાનિકોએ આવા તમામ મુદ્દે સગવડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પૂરતું પાણી, કચરાની ગાડીની અસુવિધાથી ત્રાસ : ચૂંટણી બહિષ્કારની ચીમકી

image : Filephoto 

Vadodara : વડોદરા શહેરમાં ઇલેક્શન વોર્ડ નં.7ના લઘુમતી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પાણી, રોડ રસ્તા અને ગટર સહિત કચરા ગાડી રોજિંદી નિયમિત રીતે નહીં આવતી હોવા અંગે સ્થાનિકોએ આવા તમામ મુદ્દે સગવડ નહીં તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

 વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર-7ના લઘુમતી વિસ્તારમાં સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યાથી રોજિંદી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. માત્ર 10 મિનિટ જેટલો સમય જ પાણી મળે છે પરંતુ એ પણ ડહોળું અને દુર્ગંધવાળું આવે છે. જેથી લોકોને પાણીજન્ય રોગચાળાનો ભય કાયમી ધોરણે સતાવે છે. પીવાના પાણીની કાયમી સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે એવું સ્થાનિકોની માંગ છે. આ ઉપરાંત વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડી પણ નિયમિત આવતી નથી. જેથી રોજિંદો કચરો અને એઠવાડ યથાવત પડી રહેતા ઘરમાં દુર્ગંધ ફેલાય છે. આ ઉપરાંત રોડ રસ્તાના પણ ઠેકાણા નથી. વરસાદની સિઝનમાં પાણી ભરાઈ જાય છે. આવી તમામ પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાથી પાણી નહીં તો વોટ નહીં. ગાડી નિયમિત નહીં આવે તો વોટ નહીં તથા રોડ રસ્તા વ્યવસ્થિત વ્યવસ્થિત કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા.