Get The App

વડોદરાના સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપીથી તંગદિલી

Updated: Apr 15th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપીથી તંગદિલી 1 - image


Vadodara : વડોદરામાં ઉનાળાની શરૂઆત સાથે જ પાણીનો કાળો કકળાટ શરૂ થઈ ગયો છે. અનેક વિસ્તારોમાં પાણી ઓછું મળતું હોવાથી કોર્પોરેશન સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સમા વિસ્તારમાં આજે પાણીના મુદ્દે ભારે તંગદિલી સર્જાઈ છે. કોર્પોરેશનના વોર્ડ નંબર 2 માં છેલ્લા કેટલાક સમયથી પાણીના મુદ્દે લોકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ નહીં મળતા આજે (મંગળવારે) સમા વિસ્તારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મોરચો કાઢ્યો હતો. 

વડોદરાના સમામાં પાણીનો કકળાટ, મોરચો કાઢતી મહિલાઓની પોલીસ સાથે ઝપાઝપીથી તંગદિલી 2 - image

જો કે તેમના દેખાવોને પોલીસની પરવાનગી મળી ન હોવાથી પોલીસે મહિલાઓને મોરચો કાઢવા દીધો ન હતો. જે દરમિયાન પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ તેમજ ઝપાઝપી થઈ હતી. 

આ પણ વાંચો: આપણે પતિ અને પત્ની જેવા સંબંધો રાખવા પડશે તેમ કહી ભુવાના પુત્રનું મહિલા પર વારંવાર દુષ્કર્મ

એક તબક્કે મહિલા પોલીસની મદદ લઈ પોલીસ દ્વારા વિરોધ કરનારાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં લઈ જવાયા હતા. આ કારણસર લોકોએ અમારો વાંક શું છે... કોર્પારેશન પાણી ના આપી શકે અને જો હુકમી અમારા ઉપર કરી રહી છે... એમ કહી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે 8 થી 10 જણાને વાનમાં બેસાડીને ડિટેન કરી લીધા હતા. આ દરમિયાન મહિલાઓનો બીજો પણ મોરચો આવી જતા વાતાવરણ વધુ તંગ બન્યું હતું. તો પોલીસે વધુ કાફલો મંગાવ્યો હતો.

Tags :