Gujarat
જામનગરનો એમ્યુઝમેન્ટ પાર્ક સવારે મોડો ખોલવામાં આવતાં લોકો રસ્તા પર યોગ કરવા માટે મજબુર થયા
By GS TEAM
25 Jun 20251 min read
જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાયો છે, જે પાર્ક સવારે 5.30 થી 7.00 વાગ્યા સુધી નગરજનોને યોગા કરવા માટે વહેલો ખોલવામાં આવતો હતો
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક બનાવાયો છે, જે પાર્ક સવારે 5.30 થી 7.00 વાગ્યા સુધી નગરજનોને યોગા કરવા માટે વહેલો ખોલવામાં આવતો હતો, પરંતુ હાલ પાર્ક મોડો ખોલવામાં આવે છે, જેને લઈને નગરજનોને ના છુટકે રોડ રસ્તા પર યોગા કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
આ વિસ્તારમાં પ્રતિદિન 150 થી વધુ 30 વર્ષથી લઈને 85 વર્ષ સુધીના નગરજનો યોગા કરવા માટે આવે છે, પરંતુ પાર્ક મોડો ખુલવાના કારણે તેમજ પાર્કની અંદર આવેલો હોલ છે, તે પણ ખોલી નહીં આપવાના કારણે એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર બનાવેલી ફૂટપાથ પર લોકોને મજબૂરી વસ યોગા કરવાનો વારો આવે છે. જે અંગે તંત્રએ યોગ્ય કરવા માંગણી ઉઠી છે.