Gujarat

વડોદરાના ફતેગંજમાં ચાર દિવસના ગાળામાં બે વખત રાત્રિ સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકોનો હોબાળો

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં બે વાર મોડી રાત્રીના સમયે અંદાજે એક કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. તારીખ 13 અને 17 જૂનના રાત્રે 1:30 વાગ્યા પછી અંદાજે એક કલાક કે તેથી વધુ સમય માટે વીજ પુરવઠો પુરવાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ફતેગંજમાં ચાર દિવસના ગાળામાં બે વખત રાત્રિ સમયે વીજ પુરવઠો ખોરવાતા લોકોનો હોબાળો

Vadodara Power Outage : વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસમાં બે વાર મોડી રાત્રીના સમયે અંદાજે એક કલાક સુધી વીજ પુરવઠો ખોરવાતા રહીશોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. તારીખ 13 અને 17 જૂનના રાત્રે 1:30 વાગ્યા પછી અંદાજે એક કલાક કે તેથી વધુ સમય માટે વીજ પુરવઠો પુરવાયો હતો.

 ચોમાસુ શરૂ થવાની સાથે શહેરના ફતેગંજ વિસ્તારમાં છાસવારે વીજ પુરવઠો ખોરવાવના બનાવો બનવા લાગ્યા છે. ગત તારીખ 13 જૂન અને તારીખ 17 જૂનના મોડી રાત્રીના દોઢ વાગ્યા પછી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેને કારણે અંદાજે એકથી દોઢ કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહેતા નાગરિકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ અંગે એમજીવીસીએલ ફતેગંજ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર પરેશ કદમે જણાવ્યું હતું કે, તારીખ 13ના રાત્રીના સમયે કારેલીબાગ ઝોનના એસેસ ટ્રિપની અસર ફતેગંજ વિસ્તાર સુધી થઈ હતી. જેના કારણે એક ફેઝ ઉડી જતા રાત્રે વિજ પુરવઠો બંધ કરી એના મરામતની કામગીરી હાથ ધરવી પડી હતી. તેવી જ રીતે ગત રાત્રિના સમયે કારેલીબાગ રાત્રી બજાર ખાતે અંડર ગ્રાઉન્ડ કેબલ ફોલ્ટ સર્જાયો હતો. જેથી ચેન્જ ઓવર કરી 40 મિનિટ વીજ પુરવઠો બંધ રાખ્યા બાદ પુનઃ વીજ સપ્લાય શરૂ કરવામાં આવ્યો હતો.