વડોદરાના અકોટા વિસ્તારની પ્રજાને કોર્પોરેશન દ્વારા ત્રણ મહિનાથી કાળા પાણીની સજા : સ્થાનિક રહીશોની ફરિયાદો બાદ તંત્રના આંખ આડા કાન
Vadodara : વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી કોર્પોરેશન દ્વારા સ્થાનિક રહીશોને કાળા પાણીની સજા ફટકારવામાં આવી રહી છે જે અંગેનો વિડીયો સ્થાનિક રહેશે સોશિયલ મીડિયા પર ફરતો કર્યો છે અને આક્ષેપ કરવામાં આવ્યો છે કે અવારનવાર રજૂઆત કરવા છતાં કાળા પાણીની સજામાંથી મુક્તિ આપવામાં આવતી નથી.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં અકોટા ગામમાં છેલ્લા ત્રણ આવતા આવતું કાળુ અને ગંદુ દૂષિત પાણી પીવાની સ્થાનિકોને ફરજ પડી રહી છે. પ્રત્યેક ઘૂંટડે રોગચાળામાં સપડાવાની ભીતિથી સ્થાનિકો ફફડી રહ્યા છે. તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદો કરવા છતાં પ્રશ્નનો કોઈ નિકાલ હજી સુધી થયો નથી.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અકોટા ગામના મસ્જિદવાળા ફળિયામાં છેલ્લા ત્રણ મહિનાથી દૂષિત અને કાળુ ડહોળું પાણી આવે છે. આવા ડહોળા પાણી પીવાની સ્થાનિકોને ફરજ પડે છે. પરિણામે પાણીજન્ય રોગચાળાનો ભય લોકોને સતત સતાવી રહ્યો છે. આ અંગે તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદ છતાં આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. પાલિકા તંત્રમાં પદાધિકારીઓ સત્તાના મદમા પદાધિકારીઓ છટી ગયા છે. ગંદા દૂષિત અને ડહોળા પાણીની આ સમસ્યાનો વહેલી તકે નિકાલ તંત્ર દ્વારા આવે એવી સ્થાનિક રહીશોની માગ છે.