વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં ભારે ગંદકી-વરસાદી પાણી ભરાતા પાણીજન્ય રોગચાળાનો લોકોને ભય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

image : Filephoto
Vadodara Corporation : વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ મક્કમપણે આગળ વધી રહી છે ત્યારે વોર્ડ નં.16માં આવેલા સુવેઝ પંપીંગ સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ભારે ગંદકી ફેલાઇ છે. ચારે બાજુએ ભરાયેલા વરસાદી પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે શહેરના વાઘોડિયા-ડભોઇ રીંગરોડ આસપાસના વોર્ડ નં. 16 માં આવેલા સુએજ પંપીંગ સ્ટેશનની આસપાસ એઠવાડ નાખવા સહિત કાચો રોડ હોવાના કારણે વરસાદી પાણીનું મિશ્રણ આ ગંદકીમાં થાય છે પરિણામે ભારે બદબૂ ફેલાઈ રહી હોવાના કારણે રાહદારીઓને આ વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ બને છે. જ્યારે વાહનચાલકોને નાકે રૂમાલ બાંધીને પસાર થવું પડે છે. હાલમાં વરસાદી મોસમના કારણે અને આ વિસ્તારનો સાઈડનો રોડ-રસ્તો કાચો હોવાના કારણે વરસાદી પાણી પણ જમા થઈ ગયું છે. આ પાણીનો નિકાલ નહીં થતાં ગંદકીના કારણે સ્થાનિક લોકોમાં પાણીજન્ય રોગચાળો જેવો કે, કમળો, ટાઈફોઇડ, ડેન્ગ્યુ, મેલેરિયા અને કોલેરા જેવા રોગચાળાની બીમારી ફેલાવાની બીકથી ફાફડી રહ્યા છે. આ અંગે પાલિકા તંત્ર વિસ્તારમાં સફાઈ કરાવીને ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ કરે તેવી લોક માગ છે.









