Gujarat

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી

By GS TEAM
13 Sep 20251 min read
TukuTouch Logo
વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ઉપર ગઈકાલે મોડી રાત્રે એક સ્ટોરમાં આગ લાગતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર સુપર સ્ટોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા લોકોએ બુજાવી

Vadodara Fire News : વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ઉપર ગઈકાલે મોડી રાત્રે એક સ્ટોરમાં આગ લાગતા લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. 

ન્યુ વીઆઇપી રોડ પર સીતારામ નગર ખાતે આવેલા સુપર સ્ટોરમાં ગઈ મોડી રાત્રે ધુમાડા નીકળતા બુમરાણ મચી હતી અને લોકો ભેગા થઈ ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. 

બીજી બાજુ દુકાનનો સામાન ઝડપથી આગમાં લપેટાઈ રહ્યો હતો. જેથી લોકોએ આગ કાબુમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દીધા હતા. ફાયર બ્રિગેડ આવી ત્યાં સુધીમાં મોટાભાગની આ કાબુમાં લઈ લેવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડને પરત ફરવું પડ્યું હતું. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જાણવા મળ્યું છે.