Gujarat

છોટેકાશી સિહોરમાં ધાર્મિક સ્થળો આસપાસ સફાઈ કરવા લોક માંગ

By GS TEAM
6 Jul 20251 min read
છોટેકાશી સિહોરમાં ધાર્મિક સ્થળો આસપાસ સફાઈ કરવા લોક માંગ

- શ્રાવણ માસમાં નવનાથના દર્શન કરવા હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે

- ખખડધજ રસ્તા, ઉભરાતી ગટર અને અંધારપટના કારણે પડતી મુશ્કેલી

સિહોર : છોટેકાશી સિહોરમાં આવેલા ધાર્મિક સ્થળો આસપાસ સફાઈ કરવા તેમજ શ્રધ્ધાળુઓને પડતી અન્ય મુશ્કેલીઓનો ઉકેલ લાવવા લોક માંગ ઉઠી છે.

સિહોરમાં શ્રાવણ માસ દરમિયાન નવનાથના નવ શિવાલયોના દર્શન માટે રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે. ત્યારે હાલ આવા દરેક ધાર્મિક સ્થળોએ જવા માટેના રસ્તાઓ ખખડધજ થઈ ગયા છે. ધાર્મિક સ્થળો આસપાસ ઉભરાતી ગટરના પાણી રસ્તાઓ ઉપર વહે છે. સ્ટ્રીટલાઈટ બંધ હોવાના બંધ હોવાના કારણે વહેલી સવાર અને રાત્રિના સમયે આરતીમાં જતાં શ્રધ્ધાળુઓને અંધારપટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. ત્યારે સિહોર નગરપાલિકાએ કુંભકર્ણની નિંદ્રાંમાંથી જાગી શ્રાવણ માસના પ્રારંભ પહેલા ધાર્મિક સ્થળો આસપાસ કાયમી સફાઈ, રસ્તા, ગટર અને સ્ટ્રીટલાઈટના પ્રશ્નનો નિકાલ કરે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.