Gujarat

વડોદરાના છાણી વિસ્તારમાં ઉદ્યોગ દ્વારા ગેસ છોડવાને કારણે લોકોને દુર્ગંધ અને શ્વાસની તકલીફની ફરિયાદો

By GS TEAM
20 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના ઉત્તર છેવાડે છાણી વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજની ભારે દુર્ગંધના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. રહીશો સહિત વાહનચાલકોને આંખોમાં બળતરાની ફરિયાદ પણ હતી. જ્યારે બીજી બાજુ તરુણ નગર વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજની તીવ્ર દુર્ગંધ આવતા ભયનો માહોલ સર્જાયો હતો

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના છાણી વિસ્તારમાં ઉદ્યોગ દ્વારા ગેસ છોડવાને કારણે લોકોને દુર્ગંધ અને શ્વાસની તકલીફની ફરિયાદો

Vadodara : વડોદરા શહેરના ઉત્તર છેવાડે છાણી વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજની ભારે દુર્ગંધના કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. રહીશો સહિત વાહનચાલકોને આંખોમાં બળતરાની ફરિયાદ પણ હતી. જ્યારે બીજી બાજુ તરુણ નગર વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજની તીવ્ર દુર્ગંધ આવતા ભયનો માહોલ સર્જાયો હતો. લોકોએ આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં અને ગળામાં બળતરા થવાની ફરિયાદો કરી હતી. 

ઉલ્લેખનીય છે કે છાણી વિસ્તારમાં મોડી રાત્રે ગેસની ભારે દુર્ગંધના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભયભીત નાગરિકોએ ગેસ લીકેજ બાબતે સ્થાનિક મહિલા કોમકાઉન્સિલર સમક્ષ ફરિયાદો કરીને ઉગ્ર રજૂઆતો કરી હતી. જ્યારે બીજી બાજુ બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના કર્મચારીઓએ વિસ્તારના સ્થાનિક રહીશોના ઘરે ઘરે જઈને ગેસ લાઇન અને ગેસ સિલિન્ડર પણ ચેક કર્યા કર્યા હતા. કપાસ દરમિયાન જોકે ક્યાંયે લીકેજ મળી આવ્યું ન હતું. દરમિયાન ગેસ લીકેજની તીવ્ર દુર્ગંધ એલેમ્બિક કંપની તરફથી આવતી હોવાના આક્ષેપ સ્થાનિક મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલા દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે ગેસ લીકેજ થવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરનાર સામે જીપીસીબીની ભૂમિકાને પણ મહિલા કાઉન્સિલરે વખોડી હતી. 

જોકે, આ વિસ્તારમાં ગેસની દુર્ગંધ અને લીકેજ થવાની ઘટના છાણી વિસ્તારમાં અગાઉ પણ કેટલી વાર સર્જાઈ હતી. આ ગેસ લીકેજ પહેલીવાર સર્જાઈ નથી. આ પહેલા પણ આ વિસ્તારમાં અનેકવાર અલગ અલગ સોસાયટીઓમાંથી પણ ગેસ લીકેજ થતા આંખોમાં બળતરા અને દુર્ગંધ લેવા ના કારણે શ્વાસ લેવામાં તકલીફોની ફરિયાદો ઉઠી હતી. આ અંગે ઉચ્ચસ્તરે ફરિયાદો પણ થઈ હોવા છતાં ગેસ લીકેજ થવાની વારંવારની અગાઉની ફરિયાદો સહિત હાલની સમસ્યા અંગે પણ ફરિયાદ કરવા છતાં કોઈ અસરકારક પરિણામ આવ્યું નહિ હોવાના પણ આક્ષેપો થયા હતા.