Gujarat
વડોદરા-કરજણ નેશનલ હાઇવે પર હવે હદ થઇઃ પોર-માંગલેજ વચ્ચે બંને બાજુ 12 Kmનો ટ્રાફિક જામ
By GS TEAM
31 Oct 20251 min read

વડોદરાઃ વડોદરાથી કરજણ નેશનલ હાઇવે વચ્ચે છેલ્લા બે વર્ષથી ટ્રાફિક જામની એક જ પ્રકારની સમસ્યા સર્જાઇ રહી હોવા છતાં તંત્ર પાસે તેનો કોઇ ઉકેલ નહી હોવાથી લોકો ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.
વડોદરા થી કરજણ વચ્ચે આજે ફરી એક વાર ટ્રાફિક જામ થયો હતો.આ વખતે રસ્તાની બંને બાજુએ પોર થી માંગલેજ સુધી અને ત્યારપછી પણ ત્રણ થી ચાર કલાક ટ્રાફિક જામ રહ્યો હતો.જેને કારણે વાહનચાલકોને ફરી એક વાર પરેશાની વેઠવી પડી હતી.
વરસાદને કારણે ખાડા પડી ગયા હોવાથી તેમજ સાંકડા બ્રિજને કારણે ટ્રાફિક જામ થઇ રહ્યો હોવાનું એક જ રટણ રટવામાં આવી રહ્યું છે.
આજે લગભગ ૧૨ કિમી સુધી જામ થયેલા ટ્રાફિકમાં અટવાયેલા લોકો રોષ વ્યક્ત કરીને વડાપ્રધાન કે નેતાઓનો કાફલો આ રોડ પરથી પસાર થવો જોઇએ તો તેમને પણ હેરાનગતિનો અનુભવ થાય તેવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.









