Gujarat
ધોળકા ખાતે મેઈન બજાર તરફ જવાનાં રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન
By GS TEAM
23 Jul 20251 min read

બસ
સ્ટેન્ડ થી મલાવ રોડ, પાર્શ્વનાથ સર્કલ, બસ સ્ટેન્ડ થી બજારમાં જવાના રોડ
પર ટ્રાફિક ની સમસ્યા
બગોદરા - ધોળકા ખાતે મદાર ઓટા
ચાર રસ્તા થી મેઈન બજાર તરફ જવાનાં હાર્દસમાન રોડ ઉપર ધ બે પથરા ધ વિસ્તારમાં
ભજીયા વાળાની દુકાન પાસે લોકો આડેધડ વાહનો મુકતા હોવાથી વારંવાર ટ્રાફિક જામ થઈ
જાય છે. આ ઉપરાંત આ રોડ ઉપર જ દરજીઓળનાં વળાંકમા પણ રોડ પર બાઈકો આડેધડ પડેલા
હોવાથી અહીં પણ ટ્રાફિક જામ થાય છે. આથી મેઈન બજાર તરફ જતા અને બસ સ્ટેન્ડ તરફ જતા
આવતા લોકોને તકલીફ પડે છે. ત્યારે આ બાબતને ધોળકા ટાઉન પોલીસ ગંભીરતાથી લઈ આ
ટ્રાફિકની માથાના દુખાવા સમાન સમસ્યાનો કાયમી નિકાલ લાવવા કાર્યવાહી કરે તે જરૃરી
છે.








