Gujarat

મધુસુધન સોસાયટીમાં 15 દિવસથી ગટરનું ગંધાતું કાળુ પાણી આવતા રહીશો પરેશાન

By GS TEAM
10 Feb 20262 mins read
મધુસુધન સોસાયટીમાં 15 દિવસથી ગટરનું ગંધાતું કાળુ પાણી આવતા રહીશો પરેશાન

વડોદરામાં ઇન્દોર જેવી પરિસ્થિતિ થવાનો ભય

સમસ્યા અંગે પાલિકા વાકેફ  છતાં આંખ આડા કાન કરતા રોષ ઃ તંત્રના પાપે રહિશો પાણીના કેરબા મંગાવવા મજબૂર

વિરમગામ - વિરમગામ નગરપાલિકા દ્વારા અપાતી વિવિધ સગવડો અંગે શહેરીજનો વેરા ભરતા હોય છે. જેમાં ચૂક થતા પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળાથી અનેક નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા છે, ત્યારે  વિરમગામ શહેરના સિધ્ધનાથ મહાદેવ મંદિર પાછળ આવેલા રામવાડી વિસ્તારની મધુસુદન સોસાયટી વિસ્તારમાં છેલ્લા ૧૫ દિવસથી પાણી પુરવઠા સપ્લાયના નળ માંથી સવાર-સાંજ પ્રથમ ૧૦ મિનિટ સુધી ગટર મિશ્રિત દુર્ગંધ યુક્ત કાળુ પાણી આવે છે.

પાણીની સમસ્યાને લઇ વિસ્તારના રહીશોને પીવાના પાણીના કેરબા બહારથી મંગાવવા પડે છે. આ વિસ્તારમાં ભૂગોળ ગટરના પાણી નિયમિત ઉભરાઈને રોડ ઉપર રેલમછેલ થતી હોવાની સ્થાનિક રહીશોમાંથી ફરિયાદ ઉઠી છે. આ સમસ્યા અંગે તંત્ર જાણતું હોવા છતાં પણ આંખ આડા કાન કરે છે. જ્યારે સ્થાનિકોની ફરિયાદ તંત્રના બહેરા કાલે સંભળાતી નહિ હોવાના આક્ષેપો કર્યો છે.

વિસ્તારમાં પાણીજન્ય રોગચાળા ફાટી નીકળશે ત્યારે જવાબદારી કોની રહેશે તેઓ રોષ સ્થાનિક રહેવાસીઓ રોશ ઠાલવી સત્વરે કાયમી દૂષિત પાણી અને ગટર ઉભરાવાની સમસ્યા માંથી કાયમી મુક્તિ મળે તેવી માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે ગત જાન્યુઆરીએ દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં નર્મદા જળ સપ્લાયના નામે નાગરિકોને માનવ મળમૂત્ર મિશ્રિત પાણી પીવડાવવામાં આવતા ૧૪ લોકોના મોત થયા છે, જેણે સમગ્ર તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.