Gujarat

ગાજરાવાડી ઇદગાહ મેદાન પાસેના ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાન

By GS TEAM
30 Jun 20251 min read
ગાજરાવાડી ઇદગાહ મેદાન પાસેના ઉબડખાબડ રસ્તાથી લોકો પરેશાન



વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે  અનેક રસ્તાઓ ઉબડખાબડ બન્યા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. ત્યારે ગાજરાવાડી વિસ્તારના ઈદગાહ મેદાન પાસેનો માર્ગ ઉબડખાબડ થઈ જતા લોકો પરેશાન છે.

વડોદરાના પૂર્વ વિસ્તારને જુના સીટી વિસ્તાર સાથે જોડતો વાઘોડિયા રોડ ડી માર્ટથી વિહાર ટોકીઝ સુધીના માર્ગનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે. શરૂઆતનો ફોર લેન માર્ગ ગાજરાવાડી નજીક વન વે બની જાય છે. આ માર્ગ ઉપર પહેલેથી જ રખડતા પશુઓનો ત્રાસ અને માર્ગની બંને તરફ દબાણ તથા મોટા વાહનોના ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા છે. જેનું કાયમી ધોરણે નિરાકરણ આવી રહ્યું નથી. તો બીજી તરફ ગાજરાવાડી પાણીની ટાંકીથી વિહાર ટોકીઝ સુધીનો માર્ગ અવારનવાર ખોદકામના કારણે ઉબડખાબડ બને છે. કામગીરી પૂર્ણ થયા બાદ વહેલી તકે રસ્તાનું સમારકામ ન થતા જનતા પરેશાન થાય છે. ઉબડખાબડ રસ્તાના કારણે કોઈક વખત વાહનને નુકસાન પહોંચે છે, તો વળી કોઈક વખત જીવલેણ અકસ્માત પણ સર્જાય છે. હાલ વરસાદ વરસી રહ્યો હોય માર્ગ ઉપર પાણી ભરાતા ખાડા ટેકરા નજરે ચડતા નથી. અને  રાહદારી તથા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે.