Gujarat

વડોદરા શહેરની અકોટા પોલીસ લાઈનમાં દસ દિવસથી ઉભરાતી ગટરોના પાણીથી લોકો પરેશાન

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અકોટા પોલીસ લાઈન ખાતે છેલ્લા દસ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. શહેરની રખેવાળી કરતા પોલીસ જવાનોને ફરજ પર જવાની તથા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં બાળકોને જવાની ફરજ પડે છે. જેથી સ્થાનિક પોલીસ પરિવારોમાં પાણીજન્ય રોગચાળાની દહેશત વ્યાપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરની અકોટા પોલીસ લાઈનમાં દસ દિવસથી ઉભરાતી  ગટરોના પાણીથી લોકો પરેશાન

image : Filephoto

Vadodara : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા અકોટા પોલીસ લાઈન ખાતે છેલ્લા દસ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. શહેરની રખેવાળી કરતા પોલીસ જવાનોને ફરજ પર જવાની તથા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં બાળકોને જવાની ફરજ પડે છે. જેથી સ્થાનિક પોલીસ પરિવારોમાં પાણીજન્ય રોગચાળાની દહેશત વ્યાપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અકોટા વિસ્તારની પોલીસ લાઈનમાં અનેક પરિવારો રહે છે. જ્યારે નજીકમાં જ સરકારી સ્કૂલ આવેલી છે. આ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી ગટરો ઉભરાઈ રહી છે જેથી સ્થાનિક લોકો સહિત પોલીસોને પણ આવા ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે. જોકે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ ગટરના ગંદા પાણીમાંથી સતત પસાર થવું પડે છે. આ અંગે સ્થાનિક વોર્ડ કચેરી અને પાલિકા કચેરીએ પણ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. જ્યારે કોર્પોરેટરોને આ વિસ્તારમાં આવવાની કોઈ ફુરસદ પણ નહીં મળતી હોવાની ફરિયાદો પણ સ્થાનિકો કરી રહ્યા છે. 

છેલ્લા દસ દિવસથી ગટરના ઉભરાઈ રહેલા દૂષિત પાણીમાંથી બાળકો સહિત સૌ કોઈને આવન જાવન કરવી પડે છે પરિણામે પરિવારજનોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. જોકે તંત્રની ગાડી આ વિસ્તારમાં આવતી હોવાથી ચક્કર મારીને પાલિકા કર્મીઓ જતા રહે છે પરંતુ સ્થાનિક રહીશોની ફરિયાદો અંગે ધ્યાન આપવાની કોઈને ફૂરસદ જ મળતી નથી. જોકે સ્થાનિક કોર્પોરેટરો પણ આ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળી રહ્યા હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે.