વડોદરા આરટીઓ પરિસરમાં શૌચાલયના અભાવથી લોકોને પરેશાની
Vadodara RTO Office : વડોદરાના દરજીપુરા ખાતે આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીની અંદર શૌચાલય સહિતની સુવિધાઓ છે. પરંતુ બહાર પરિસરમાં શૌચાલયની સુવિધા ન હોવાથી લોકો જાહેરમાં જ લઘુશંકા માટે ઉભા રહી જતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
આરટીઓ કચેરીના પરિસરમાં લોકો ડ્રાઇવિંગ ટેસ્ટ અને વાહનોના ફિટનેસ સહિતની કામગીરીમાં મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. આરટીઓ કચેરીનું પરિસર ખૂબ વિશાળ જગ્યામાં ફેલાયેલું છે. ઘણા લોકો શહેરની આસપાસના ગામોમાંથી પણ લાંબુ અંતર કાપી પહોંચતા હોય છે. આરટીઓમાં અવારનવાર ટેકનિકલ ખામીના કારણે કામગીરી અટકી પડે છે. જેથી અરજદારોને ઘણી વખત પરિસરમાં રાહ જોવાની નોબત પણ આવે છે. પરિસરમાં આવેલ શૌચાલય બંધ હોય લોકોને કચેરીની અંદર આવેલ શૌચાલયનો ઉપયોગ કરવા જણાવ્યું છે. પરંતુ, એપોઇન્ટ ચુકી જવાના ડરે કેટલાક જાહેરમાં જ લઘુશંકા માટે ઉભા થઈ જતા હોય છે.