Gujarat

લકડીપુલ વરસાદી કાંસમાં ડ્રેનેજના પાણીના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકો પરેશાન

By GS TEAM
12 Sep 20251 min read
લકડીપુલ વરસાદી કાંસમાં ડ્રેનેજના પાણીના કારણે ગંદકી અને દુર્ગંધથી લોકો પરેશાન


દાંડિયા બજાર લકડી પુલ પાસે ગાયકવાડી શાસન વખતના વરસાદી કાંસમાંથી પસાર થતી ડ્રેનેજ લાઈનના કારણે કાંસ ગટરના પાણીથી ભરાયેલી છે. ગટરનું પાણી બંધ કરવા અને કાંસની સફાઈ કરવા માંગ ઉઠી છે.

વોર્ડ-૧૩ના કોંગ્રેસના કાઉન્સિલરનુ કહેવું હતુ કે, લકડીપુલ વરસાદી કાંસમાં વરસાદી પાણીના સ્થાને ડ્રેનેજના પાણી વહી રહ્યાં છે. દોઢથી બે ફૂટ ડ્રેનેજના પાણીનો ભરાવો રહેતા લોકો ગંદકી અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કાંસમાં ઉગી નિકળેલા ઝાડી-ઝાંખરા અને ગંદકીના કારણે મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાનો ભય લોકોને સતાવી રહ્યો છે. કાંસ સંપૂર્ણ સાફ નહીં હોવાથી પાણીનો નિકાલ થતો નથી અને તેના લીધે આગળ જતું પાણી અટકે છે. મ્યુ.કમિશનરે સ્થળની મુલાકાત લઇ  કાંસમાં છોડાઈ રહેલા ડ્રેનેજના પાણી બંધ કરી કાંસમાં સફાઈ કરવા રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, આ અંગે અગાઉ અનેક વખત રજૂઆત કરવા છતાં આજે પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે.