Gujarat

સંકલનના અભાવે લોકો ત્રાહિમામ, ગાંધીબ્રિજ ઉપર ભારે વાહનના પ્રતિબંધનુ બોર્ડ પણ મુકી દેવાયું

By GS TEAM
15 Dec 20251 min read
સંકલનના અભાવે લોકો ત્રાહિમામ, ગાંધીબ્રિજ ઉપર ભારે વાહનના પ્રતિબંધનુ બોર્ડ પણ મુકી દેવાયું

  અમદાવાદ,સોમવાર,15 ડિસેમ્બર,2025

અમદાવાદના ૧૬ બ્રિજ ઉપર ભારે વાહનના પ્રતિબંધનો નિર્ણય મોકૂફ કરાયો છે.બીજી તરફ કોર્પોરેશન તંત્ર અને સત્તાધીશો વચ્ચે સંકલનના અભાવે ગાંધીબ્રિજ સહિત કેટલાક બ્રિજ ઉપર ભારે વાહનોના પ્રતિબંધને લગતા બોર્ડ મુકી દેવાતા ઉતાવળ અને ગેરસમજના કારણે લોકો ત્રાહિમામ બની ગયા છે.વાહન ચાલકો વૈકલ્પિક રસ્તા શોધી રહયા છે.

કોર્પોરેશન ફરી એક વાર તેના દ્વારા લેવામા આવેલા નિર્ણય અને તે પછી આવેલા યુ-ટર્ને લઈ વાહનચાલકો અને લોકોના રોષનો ભોગ બની રહયુ છે.કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે શહેરના ૧૬ પૈકી કેટલાક બ્રિજ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધના બોર્ડ મુકવાની શરુઆત કરી દેવામા આવી હતી.આ બોર્ડ એવી જગ્યાએ મુકવામા આવ્યા છે કે તે સહેલાઈથી કોઈના ધ્યાન ઉપર ના આવે.આ પ્રકારના બોર્ડ લાગ્યા પછી ભારે વિવાદ થતા કોર્પોરેશનને તેનો નિર્ણય પરત લેવાની ફરજ પડી હતી.સત્તાવાર એવી જાહેરાત કરાઈ હતી કે, આ નિર્ણયનો અમલ કરાશે નહીં. કેટલાક બ્રિજ ઉપર ભારે વાહન પ્રતિબંધિત એ પ્રકારના લાગેલા બોર્ડને લઈ રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે ગોળ ગોળ જવાબ આપતા કહયુ, કમિશનરની સુચનાથી આ પ્રકારના બોર્ડ લાગ્યા હશે.તંત્ર અને શાસકો વચ્ચે સંકલનના અભાવે લોકોની હાડમારીમા વધારો થવા પામ્યો છે.