Get The App

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી 1 - image

રાત્રિના અંધારામાં માટીના ઢગલાથી અકસ્માતનું જોખમ

જીયુડીસીના કામમાં કોન્ટ્રાક્ટરે રોડ પર માટીનો ઢગલો કર્યોે હોવાથી અકસ્માત થવાનો ભય

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં જીયુડીસી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા ભૂગર્ભ ગટરનો રૃ.૨૦ કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભૂગર્ભ ગટરના શરૃ થયેલ કામ હજુ કેટલાક સ્થળો પર અધૂરું પડયા હોવાના કારણે લોકોેને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સેવા સદન સામે રોડ પર ભૂગર્ભ ગટરના પાઈપ નાખવાનું કામ છેલ્લા દોઢેક મહિનાથી અધૂરું હોવાની સાથે રોડ પર ખાડા ખોદી અને માટીનો ઢગલો રોડ પર જ રાખવામાં આવતા સેવા સદન આવતા અનેક અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ભૂગર્ભ ગટરની પાઇપ નાખવાના લીધે ખોદવામાં આવેલા ખાડા પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેથી રાત્રીના સમયે સેવા સદન આસપાસ રહેતા સ્થાનિકોને આ રોડ પરથી નીકળવું ભારે જોખમી સાબિત થાય છે. સેવા સદન ખાતે આવતા અધિકારીઓ પણ આ સ્થિતિથી વાકેફ હોવાથી વારંવાર જવાબદાર તંત્ર અને જી.યુ.ડી.સીનું ધ્યાન પણ દોર્યું છે પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક ભુગર્ભ ગટરની અધુરી કામગીરી પુર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.