Gujarat
દ્વારકામાં કોઇએ નંદીનું પૂછડું કાપી નાખતાં જીવદયાપ્રેમીઓ રોષિત
By GS TEAM
18 Aug 20251 min read

TV સ્ટેશન વિસ્તારનો વીડિયો વાયરલ : લોહીલુહાણ હાલતમાં નંદીને સારવાર માટે ગૌશાળામાં ખસેડયો
દ્વારકા, : દ્વારકામાં આશરે 2000 નંદીઓના વસવાટથી જનતા પરેશાન થઇ રહી છે. આની વચ્ચે કોઇ શખ્સે નંદીનું પૂંછડું કાપી નાખતા લોહીલુહાણ હાલતમાં ગૌશાળામાં ખસેડયો છે. શહેરમાં ચોરે ચૌટે આખલાઓના અડિંગા જામ્યા હોય છે. અહીં અવારનવાર યુધ્ધ જામી પડે ત્યારે નાસભાગ મચી જાય છે. લોકો આ સ્થિતિથી સતત ચિંતિત અને પરેશાન રહે છે. આ સ્થિતિની વચ્ચે કોઇ શખ્સે ક્રૂરતા આચરી નંદીનું પૂંછડું કાપી નાખતાં લોહીલુહાણ થઇ ગયો હતો. ટી.વી. સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાના પગલે આ નંદીને સ્થાનિક ગૌશાળામાં સારવાર માટે ખસેડયો છે. આ બનાવનો વીડિયો વાયરલ થતાં જીવદયાપ્રેમીઓમાં રોષ વ્યાપ્યો છે.









