Vadodara : વડોદરા સલાટવાડા ખાતે આવેલી ઓફિસે પીએમ સ્વનિધિની લોનની કાર્યવાહી કરતી પાલિકા સંચાલિત યુસીડી ઓફિસ કામ ચલાવો ધોરણે રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ જનમહલ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પાસેના બિલ્ડીંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરાતા અનેક સ્વ નિધિ રોજગાર અંગે લોન મેળવનાર ઈચ્છુકોને હવે શહેર મધ્યની ઓફિસના બદલે સ્ટેશન વિસ્તારના લાંબા અંતરે લોન કાર્યવાહી અંગે જવાની ફરજ પડશે. જેમાં સૌથી વધુ સિનિયર સિટીઝનો અને બાળકો સાથે આવતી માતાઓને વધુ તકલીફ થવાની શક્યતા નકારી શકાતી નથી.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સ્વનિધિ રોજગાર યોજના હેઠળ જરૂરતમંદોને આર્થિક સહાયની કેન્દ્ર સરકારની યોજના વડોદરામાં પણ અમલમાં છે ત્યારે સલાટવાડા વિસ્તારની ઓફિસે લોન ઈચ્છુકોને સગવડરૂપ હતી. પરંતુ હવે પીએમએસવીએ નિધિની યુસીડી ઓફિસમાં આ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સને આજીવિકા મળી રહે એમ અંગે લોનની કાર્યવાહી ઝૂંપડાવાસીઓને વીજળીકરણની યોજના તથા સરકાર દ્વારા આ યોજના અનુસાર મળતા અન્ય લાભો અંગેની કામગીરી પૂલબારી નાકા, શિવાજી ચોક, સલાટવાડા પાસે યુસીડી પ્રોજેક્ટની કામગીરી દ્વારા કરવામાં આવતી હતી. આ તમામ કાર્યવાહી અંગે હવેથી ઈચ્છુ કોને રેલવે સ્ટેશન નજીક આવેલ જનમહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પાસેના બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર સંપર્ક કરવા પાલિકા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.


