Get The App

વિરમગામના પરકોટમાં દૂષિત પાણીનું વિતરણ થતાં લોકોમાં રોષ

Updated: Nov 8th, 2025

GS TEAM

Google News
Google News
વિરમગામના પરકોટમાં દૂષિત પાણીનું વિતરણ થતાં લોકોમાં રોષ 1 - image

- સ્થાનિક મહિલાએ પાલિકા કચેરીમાં વિરોધ નોંધાવ્યો 

- 15 દિવસમાં સમસ્યાનું કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

વિરમગામ : વિરમગામના પરકોટા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાનું વિતરણ થતાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી સમસ્યાથી કંટાળેલી મહિલાઓએ પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરને આવેદન આપી પંદર દિવસમાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી હતી અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિરમગામ નગરપાલિકાના પરકોટા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાનું દૂષિત, ડોહળુ અને ભાભરૂ પાણી નળમાં આવે છે. પાણીની સમસ્યા હલ કરવા અવારનવાર નગરપાલિકા કચેરી ખાતે રૂબરૂ મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યા હાલ ન થતા વિસ્તારની મહિલાઓ દ્વારા પાલિકા કચેરીમાં ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી પંદર દિવસમાં સમસ્યાનો કાયમી ધોરણે નિરાકરણ લલાની માંગ કરી હતી અને માંગ નહીં સંતોષાય તો ગાંધી ચીંધ્યા માર્ગેઆંદોલન કરવાની  આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે. 

નગરપાલિકા દ્વારા ખોડીયાર મંદિર સામે નવો બોર અને સંપ બનાવવામાં આવેલ છે. જેનું પાણી સંપમાં ઠાલવવામાં આવે છે પછી પાણીનો સપ્લાય વિસ્તારમાં આપવામાં આવે છે. નવો બોર બનાવેલ હોય શરૂઆતના તબક્કામાં પાણી ડહોળું અને ભાભરું આવે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા મહિલાઓને જણાવ્યું હતું નવા બોરના પાણીના નમુના પાણી ટેસ્ટિંગ માટે અમદાવાદ જલ ભવન મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ સમસ્યાનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હતી. જોકે, આ તકે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે નગરપાલિકા કચેરીમાં વિરમગામ ટાઉન પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.