Get The App

છેલ્લા નોરતે રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક

માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ અને હજારો ભક્તોએ દર્શન કર્યા

Updated: Oct 24th, 2023

GS TEAM


Google News
Google News
છેલ્લા નોરતે રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક 1 - image



ગાંધીનગરઃ (Rupal)જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયિની માતાજીની પલ્લીની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. (palli)દર વર્ષે છેલ્લા નોરતે રૂપાલ ગામમાં હજારો લોકો લાખો લિટર ઘીનો અભિષેક કરે છે. (Vardayini mataji)ગામમાં ઘીની નદીઓ વહે છે. ગઈકાલે રાત્રે નવમા નોરતે માતાજીની પલ્લી યોજાઈ હતી. જેમાં દૂર દૂરથી હજારો લોકો માતાજીની પલ્લીના દર્શન કરવા માટે આવ્યા હતાં. માતાની પલ્લી મંદિરથી નીકળીને ગામના 27 ચોકમાંથી પસાર થઈ હતી. આ દરમિયાન લાખો લિટર ઘીનો અભિષેક કરાયો હતો.

પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે

દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માના કામમાં લાગી જાય છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. રૂપાલ ગામમાં ગઈકાલે નવમા નોરતે ઉનાવાના ઠાકોર સમાજના લોકો દ્વારા વરદાયિની માતાજીની પલ્લીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ગામની તમામ ગલીઓમાં ઘીની ખાસ ટ્રોલી રાખવામાં આવી હતી. ભક્તો દ્વારા લાખો લિટર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. જ્યારે રૂપાલ ગામમાં માતાજીની પલ્લી નીકળે છે ત્યારે ગામના લોકો ઘીનો અભિષેક કરતા નથી. બીજા દિવસે દશેરાએ પલ્લી મંદિરમાં મુકાયા બાદ તેઓ માતાજીને ઘી અર્પણ કરે છે. 

છેલ્લા નોરતે રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં હજારો લોકોએ કર્યો લાખો લિટર ઘીનો અભિષેક 2 - image

Tags :