Get The App

પાઇપલાઈન પર ડાયરેક્ટ મોટર મૂકી પાણી ખેંચી લેનારા સામે દંડનીય કાર્યવાહી થશે

Updated: May 10th, 2025

GS TEAM


Google News
Google News
પાઇપલાઈન પર ડાયરેક્ટ મોટર મૂકી પાણી ખેંચી લેનારા સામે દંડનીય કાર્યવાહી થશે 1 - image


વડોદરા શહેરભરમાં ચારે બાજુએ પાણીનો કકળાટ છે. આમ છતાં પણ શહેરની ચારે બાજુએ જુદા જુદા વિસ્તારમાં પાણી વિતરણ કરવાના સમયે પાણીના કનેક્શન પર ડાયરેક્ટ મોટર મૂકીને પાણી ખેંચવામાં આવે છે. પરિણામે આસપાસના વિસ્તારને લો પ્રેસરથી પાણી મેળવવું પડે છે. પરિણામે લો પ્રેશરથી પાણી મેળવતા લોકો પાલિકા તંત્ર સમર્થ પાણીના પ્રેશર બાબતે ફરિયાદો કરે છે. પાણીની લાઈન પર ડાયરેક્ટ મોટર મૂકીને પાણી ખેંચવું ગેરકાયદે બાબત છે. પરિણામે આસપાસના વિસ્તારમાં લો પ્રેશર કોન્ટામિનેશન થાય છે. જેથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા મોટર્સ સ્ક્વોડ કાર્યરત કરવામાં આવેલી છે. જેમાં પાણી વિતરણના સમયે પાણીના કનેક્શન ઉપર ડાયરેક્ટ મોટરથી પાણી ખેંચતા પકડાશે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે

Tags :