કલિકુંડ ધોળકા માર્ગ, મીઠી કુઇ ખારાકુવા માર્ગ, ગધેમાર તલાવ માર્ગ, મફલીપુર બળીયાદેવ માર્ગ સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણીથી વાહન ચાલકો-રાહદારહીઓ પરેશાન

ધોળકાના જાહેર માર્ગો ઉપર પાણી ફરી વળ્યા
કલિકુંડ વિસ્તારમાં આવેલા નાગનાથ માહદેવ મંદિર, ગાયત્રી મંદિર, વિશ્વકર્મા મંદીર, ચંદ્રભાગા વેકળા સહિતના વિસ્તાર જળબંબાકાર
ધોળકા - ધોળકા પંથકમાં મેઘરાજા લાંબા સમય બાદ મન મન મુકીને અનરાધાર વરસી જતાં ઠેરઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ચુક્યું છે. તાલુકાના રાજપુર જલાલપુર ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઓવરફ્લો થઇ જહતી ત્યાર બાદ આ કેનાલમાં આગળ ગાબડુ પડતા તેના પાણી ખેત વિસ્તરો અને રાજપુર જલાલપુર ગામમાં ફરી વળતા રસ્તાઓ પણ નાના વાહનો માટે બંધ થઇ ગયા હતા. મોડી સાંજે આ વિસ્તારના પાણી ધોળકાના કલિકુંડ વિસ્તારના ચંદ્રભાગા વેકળા તરફ ધસી આવતા ચંદ્રભાગા વેકળો ઓવરફ્લો થતાં ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિર (પરપોટીયા મહાદેવ, નાગનાથ મહાદેવ મંદિરો), વિશ્વકર્મા મંદિર તથા ગાયત્રી મંદિર વાળા જાહેર માર્ગમાં અને ધોળકા કલીકુંડને જોડતા મુખ્ય માર્ગ ઉપર ફરી પાણી ફરી વળ્યા છે.
નાના ભૂલકાઓના બાલ વાટીકામાં પણ પાણી ભરાઇ ચુક્યાં છે. કલિકુંડ ધોળકા માર્ગ, મીઠી કુઇ ખારાકુવા માર્ગ, ગધેમાર તલાવ માર્ગ, મફલીપુર બળીયાદેવ માર્ગ સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણીથી વાહન ચાલકો-રાહદારહીઓ હાલાકી વેઠવી પડી રહી છે. આમાથી મોટાભાગના વિસ્તારોમાં પાણી નીકાલની નક્કર કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે નાગરીકોને એકાદ બે દિવસ વેઠવું પડશે.








