Gujarat
નિમેટા રોડ પર બાઇકની ટક્કરે ઘાયલ રાહદરીનું મોત
By GS TEAM
19 Jan 20261 min read

વડોદરા,નિમેટા રોડ પર ચાલતા જતા ૫૫ વર્ષના પ્રૌઢને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી. ચાર દિવસની સારવાર પછી તેઓનું મોત થયું છે.
વાઘોડિયા તાલુકાના કરમીપુરા ગામે રહેતા ૫૫ વર્ષના મોહનભાઇ છોટાભાઇ વસાવા ( ઉં.વ.૫૫) ઉત્તરાયણની રાત્રે નવ વાગ્યે ઘરેથી ઘનશ્યામપુરા ગામે બીડી લેવા માટે ગયા હતા. બીડી લઇને તેઓ ચાલતા પરત આવતા હતા. તે સમયે એક બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતની જાણ તેમના પુત્રને થતા પુત્ર સ્થળ પર જઇ ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયો હતો. ચાર દિવસની સારવાર બાદ તેઓનું મોત થયું છે. જે અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત કરીને ભાગી ગયેલા બાઇક ચાલકની શોધખોળ શરૃ કરી છે.








