Get The App

અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું 1 - image

- સારસા-ખંભોળજ રોડ પર અકસ્માત

- ખંભળોજ પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી

આણંદ : આણંદ જિલ્લાના સારસા ખંભોળજ રોડ ઉપર શનિવાર સાંજના સુમારે એક રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ૫૭ વર્ષીય રાહદારીનું ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. આ બનાવ અંગે ખંભોળ જ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે 

આણંદ તાલુકાના સારસા તાબે ઢબરીપુરા ખાતે રહેતા ૫૭ વર્ષીય કલુભાઈ મગનભાઈ ચૌહાણ સારસા ખંભોળજ રોડ ઉપર આવેલ ખાનપુર ચોકડી નજીકની એક હોટલ નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવી ચડેલા અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને તેઓને માથા તેમજ શરીરના અન્ય ભાગો એ ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલ કલુભાઈને ૧૦૮ મારફતે તુરંત જ સારસા ખાતેની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે રમેશભાઈ સનાભાઇ ચૌહાણની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.