Gujarat

આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત

By GS TEAM
9 Oct 20251 min read
આણંદના ખંભોળજ ગામ નજીક બાઈકની ટક્કરે રાહદારીનું મોત

- બાઈક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો

- ખંભોળજના રાહદારી વૃદ્ધનું વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ

આણંદ : આણંદ તાલુકાના ખંભોળજ નજીક ગઈકાલ સાંજે બાઈક ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ થવાના કારણે વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ખંભોળજના રજનીકાંતભાઈ મંગળભાઈ સોલંકીના પિતા મંગળભાઈ રામાભાઈ સોલંકી (ઉં.વ.૬૫) ગઈકાલ સાંજના સુમારે ખંભોળજ ગામના ચર્ચ નજીક આવેલી સોસાયટી પાસેથી પસાર થતા હતા. ત્યારે ખંભોળજ ગામના બાઈક ચાલક વિજયભાઈ ચતુરભાઈ પરમારે તેઓને ટક્કર મારતા મંગળભાઈ સોલંકી રોડ ઉપર પટકાયા હતા. મંગળભાઈને માથા તેમજ શરીરના ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે તાત્કાલિક સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે તેઓને વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મોડી રાતે સારવાર દરમિયાન મંગળભાઈ સોલંકીનું મોત થયું હતું. આ બનાવ અંગે રજનીકાંતભાઈ સોલંકીએ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક ચાલક વિજયભાઈ પરમાર વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કર્યો હતો.