ધોળકામાં તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક મળી
શુક્રવારે
ઈદ-એ-મિલાદનું જુલુસ નીકળશે,
શનિવારે બલાસ અને ચીકલી તળાવમાં ગણપતિ વિસર્જન કરાશે
ધોળકા -
ધોળકા શહેરમાં ૫મી સપ્ટેમ્બર, શુક્રવારના
રોજ નીકળનાર ઇદ એ મિલાદના જુલુસ તેમજ ૬ઠ્ઠી સપ્ટેમ્બર, શનિવારના
રોજ ગણપતિ વસર્જન સંદર્ભે રવિવારના રોજ ધોળકા તાલુક સેવા સદનમાં શાંતિ સમિતિની
બેઠક મળી હતી.
ધોળકા
ટાઉન પી.આઇ.ની અધ્યક્ષ સ્થાને મળેલી શાંતિ સમિતિની આ બેઠકમાં જુલુસ કમિટીના સભ્યો, ગણપતિ પંડાલના આયોજકો,
શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં જુલુસ કમિટી,
ગણપતિ પંડાલના આયોજકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. જ્યારે ટાઉન
પી.આઇ.એ જણાવ્યું હતું કે બંને દિવસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. ટ્રાફિકની
સમસ્યા ઉદ્ભવે નહીં તેની તકેદારી રખાશે. ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે ૯ વાગે
કાજી ટેકરાથી ઇદ-એ-મિલાદનું જુલુસ નીસળી બપોરે ૨ વાગે જુના બસ સ્ટેન્ડ પાસે
હજરતશાહ બાવાની દરગાહ ખાતે સંપન્ન થશે. જ્યારે બલાસ તળાવ અને ચીકલી તળાવમાં ગણપતિ
વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડનાં જવાનો
અને તરવૈયા તૈનાત કરાશે.